પ્રેરણા પરિમલ
સાધુતાનો રેકોર્ડ !
(તા. ૨-૭-૨૦૦૦, લંડન)
સભામાં જવા માટેના નિયત સમયને હજી પાંચેક મિનિટની વાર હતી. સ્વામીશ્રીએ પેડ મંગાવ્યું. પત્ર મંગાવ્યો, પેન મંગાવી ને પલંગ પર જમણા ચરણની પલાંઠી વાળી, તે પર પેડ ટેકવી લખવા લાગ્યા. નીચે લટકતો તેઓનો ડાબો પગ પણ જમીનથી ત્રણેક ઇંચ અદ્ધર હતો. આવી સ્થિતિમાં આશરે બે-એક મોટા ફુલસ્કેપ ભરીને સ્વામીશ્રીએ એક પત્ર લખી નાંખ્યો.
જીવનની ક્ષણેક્ષણને પ્રભુભક્તિમાં નિચોવી નાંખનાર સ્વામીશ્રીને સૌ વંદી રહ્યા. સ્વામીશ્રીએ પત્ર પૂરો કર્યો ત્યાં જ આત્મસ્વરૂપ સ્વામી 'ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ' તરફથી સ્વામીશ્રીને એનાયત થયેલ પ્રમાણપત્ર લાવ્યા. જેવી રીતે લંડન મંદિરને પશ્ચિમના સૌથી મોટા શિલાનિર્મિત હિંદુમંદિર માટે આ સંસ્થા તરફથી નવાજવામાં આવ્યું છે. તે જ રીતે તા. ૧૭ એપ્રિલ, ૧૯૭૧ થી ૨૦૦૦ સુધીમાં વિશ્વના અગિયાર દેશોમાં ૩૫૫ મંદિરોનું નિર્માણ કરી વિક્રમ સર્જનાર સ્વામીશ્રીને પણ આ સંસ્થાએ પ્રમાણપત્ર એનાયત કરી બિરદાવ્યા છે. તેની વિધિવત્ અર્પણવિધિ આગામી દિવસોમાં સમારંભ યોજી કરવામાં આવનાર છે. તે પ્રમાણપત્ર સ્વામીશ્રીને બતાવ્યું. સ્વામીશ્રીએ વિગત જાણી પછી સામે ઊભેલા બે-ત્રણ સંતોને ઉદ્દેશીને કહે : 'જુઓ ભ'ઇ... આ તો ઠીક, પણ આપણે સાધુતાનો રેકોર્ડ મોટો છે. તે તોડવા મંડી પડો...'
'સાધુ થકી મોટી પદવી નથી.' એ રણકાર સ્વામીશ્રીના વાક્યમાં પડઘાઈ રહ્યો. અને એમને મન સદાને માટે એ જ સૌથી મોટો રેકોર્ડ રહ્યો છે.
Vachanamrut Gems
Kãriyãni-5:
The Sole Purpose of God's Avatar
"Thus, the only reason God assumes an avatãr is to fulfill the desires of His beloved devotees. Along with this, He grants liberation to innumerable other jivas and also establishes dharma…"
[Kãriyãni-5]