પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 16-8-2017, હ્યુસ્ટન
સભામાં ત્યારપછી સ્વામીશ્રીની સાથે પ્રશ્નોત્તરીનો દોર શરૂ થયો.
પ્રશ્ન : આપે કહ્યું હતું કે આપનો અને પ્રમુખસ્વામી મહારાજનો પ્રેમ સાઇલન્ટ હતો, એટલે શું ?
સ્વામીશ્રી કહે : ‘બીજાને બહારથી ખબર ન પડે. અમારે અરસપરસ પ્રેમ હતો, મજા માણતા હતા.’
તરત જ સંતોએ પૂછ્યું : ‘કેવી મજા માણતા હતા ?’
સ્વામીશ્રી કહે : ‘એ તો અનુભવની વાત છે !’
સૌ હસી પડ્યા. સ્વામીશ્રી કહે : ‘ઇશારાથી, દૃષ્ટિથી સ્વામીને મારા માટે હેત ખૂબ હતું. લેનોક્સહિલ હૉસ્પિટલમાં મારે સ્ટેન્ટ મુકાવવાનું હતું, તેનું કામ ચાલતું હતું. ડૉક્ટરોએ સોળ ટ્રાયલ માર્યા પણ મેળ નહોતો પડતો. ડૉક્ટરોને પરસેવો પરસેવો થઈ ગયો. સ્વામીબાપા તે વખતે દાદરમાં હતા, વૉકિંગ કરતા હતા. તેમને આ વાત જણાવવામાં આવી. સ્વામીબાપાએ તરત જ ધૂન કરાવી. આ બાજુ યજ્ઞવલ્લભદાસ સ્વામીને વિચાર આવતાં સૂચન કર્યું કે મોટા ડાયામીટરનું સ્ટેન્ટ લો. અને તકેતક મળી ગઈ, મેળ પડી ગયો અને ઓપરેશન પાર પડી ગયું. એવી રીતે સ્વામીબાપાએ ઘણી ખબર રખાવી છે. મુંબઈમાં જ્યારે બાયપાસ ઓપરેશન કરવાનું હતું ત્યારે ડૉ. તેજસને ખાસ કહ્યું કે તમે આખો દિવસ હાજર રહેજો. હવે તેમને પહેલેથી કહેલું નહોતું, ટાઇમ નહોતો, પણ સ્વામીબાપાના વચને તે આખો દિવસ હાજર રહ્યા. આવી તો તેમણે ઘણી ખબર રખાવી છે, પણ તે વખતે ખબર ન પડે, પાછળથી ખબર પડે. આમ, અરસપરસ પ્રેમ હતો પણ બહાર કોઈને ખબર ન પડે. જનરલ બધું ચાલતું હતું એમ ચાલતું રહે.’
પ્રશ્ન : સંસ્થાના પ્રમુખ તરીકે આપને કોઈ ભાર કે તણાવ જણાય છે ?
સ્વામીશ્રી કહે : ‘મહારાજ-સ્વામી ખબર રાખે છે. એમની સાથે કનેક્શન(જોડાણ) છે માટે ભાર કે તણાવ બિલકુલ નથી. અને આ બધા સંતો - ઈશ્વરચરણ સ્વામી ને સમિતિ ખૂબ સહકાર આપે છે, માટે કોઈ ચિંતા જ નથી.’
પ્રશ્ન : આપ દર્શન કરો ત્યારે શી પ્રાર્થના, શો વિચાર કરો છો ?
સ્વામીશ્રી કહે : ‘આભાર માનવાનો. ભગવાને આવો સત્સંગ, આવા સંતો-ભક્તો આપ્યા છે. આ સમાજ દિવ્ય છે એટલે આનંદ રહે છે. પ્રાર્થનામાં આવે કે તમે આવો સત્સંગ આપ્યો છે તે ધન્યતા અનુભવાય છે.’
પ્રશ્ન : આપ બધાને હાથ જોડતાં પગે લાગો છો, ત્યારે શો વિચાર રહે છે ?
સ્વામીશ્રી કહે : ‘બધાનાં દર્શન કરીએ, બધાને મળવાની ઇચ્છા રહે, તે આનાથી મળી લઈએ. પાસેવાળા દેખાય, દૂરવાળા ન દેખાય, પણ મનમાં ભાવના લાવીને બધાને પગે લાગીએ, મજા આવે.’
કેટલી જબરજસ્ત ભાવના!
પ્રશ્ન : અમે (આપની) આજ્ઞા ન પાળીએ ત્યારે અકળામણ થાય ?
સ્વામીશ્રી કહે : ‘થાય થોડું, પણ એટલું થાય કે બધા પા પા પગલી ભરે છે, પણ દાનત સાચી છે એટલે બરાબર છે.’
સ્વામીશ્રી આપણને કઈ ભાવનાથી નભાવે છે તેનો ખ્યાલ આ ઉત્તરમાં આવી ગયો.
Vachanamrut Gems
Gadhadã III-16:
Engaging in Faithful Bhakti
“… Therefore, one should not knowingly engage in bhakti that would cause one to be disgraced. Instead, a devotee of God should thoughtfully engage in faithful bhakti – like that of a faithful wife.”
[Gadhadã III-16]