પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૨૭
નૈરોબી, તા. ૬-૨-૧૯૭૦
થોડીવારમાં કિસુમુના મગનભાઈના ત્રણ દીકરા, એક હેડીના, શોભતા આવ્યા. એમને પણ હેતથી મળ્યા, શું નામ ? શું ભણો છો ? વગેરે પૂછ્યું ને ત્રણેને પ્રસાદ આપ્યો.
મુંબઈથી નૈરોબી આવતાં, પ્લેનમાં યોગીજી મહારાજ આરામ કરી રહ્યા હતા. પહેલીવાર ઊઠ્યા ત્યારે કહે,'હમણાં મહારાજનાં દર્શન થયાં. ને બધા સંતો બેઠા હતા ને કીર્તનની ઝડિયો વાગતી હતી. એવાં દર્શન થયાં...'
મહારાજ સ્વામી અને મુક્તો સાથે જ છે એ પૂર્વ-વચનો સ્વામીશ્રીએ પુરવાર કર્યા અને મુક્તો સૌ ભજન કરતા હતા એ મિષે સ્વામીશ્રીએ સંતોને પણ શીખ આપી દીધી. સીધું ન કહેવાની પણ મોટા પુરુષની એક રીત હોય છે.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Vartãl-19:
Not Desiring the Worldly Vishays
“… Thus, one who has recognised God becomes an attendant of God. Thereafter, he should not cease to be an attendant of God by desiring to enjoy the pleasures of worldly vishays like worms in excreta.”
[Vartãl-19]