પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૪૧
કંપાલા, તા. ૧૭-૩-૧૯૭૦
આજે સાંજે સાડા ચાર વાગે કંપાલા મંદિરના આગળના ભાગમાં - બાગમાં ખુરશીમાં બેસી ફરવા નીકળ્યા. અહીં એક પીપળો હતો એને હાથ અડાડી યોગીજી મહારાજ કહે, 'પીપળો બ્રાહ્મણ છે, જા તારું કલ્યાણ થઈ ગયું.'
પછી બગીચામાં આંબો, ચંપો, કાજુ વગેરેનાં વૃક્ષો જોયાં. બગીચાને ખૂણે ખૂણે ફરી દરેક વૃક્ષ અને છોડને નજીકથી નિહાળતા હતા. તજના ઝાડને અડ્યા. એક નાળિયેરી વધતી ન હતી. એને હાથ અડાડી વધવાના આશીર્વાદ આપ્યા ! બીજો મોટો પીપળો હતો. સ્વામીશ્રીએ એને પ્રદક્ષિણા કરી. પીપળાના છાંયે ઓટા ઉપર બેઠા અને એને હાથ અડાડી કહે, 'જા તારું કલ્યાણ થઈ ગયું.'
મંદિરના બાગનાં ફૂલ-ઝાડનું સંબંધે કલ્યાણ કરી, પ્રભુદાસ લાલાજીનાં ભાવવાહી કીર્તનો સાંભળ્યાં.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-47:
The Vishays will Never Satisfy Us
“… Similarly, the indriyas have never become satisfied by the vishays, and they never will be. So, now, one should eradicate one’s attachment to the vishays…”
[Gadhadã II-47]