પ્રેરણા પરિમલ
હા...શ...
તા. ૧૭-૪-૮૮ના રવિવારે લંડનમાં યુવકોએ સ્વામીશ્રી સાથે મિિટગ કરી. સી.એમ. પટેલ, જશભાઈ, ભાનુભાઈ, દિલીપભાઈ, કૃષ્ણમૂર્તિ વગેરેએ યુવકમંડળની વિશિષ્ટ સભાના કાર્યક્રમનું માળખું સ્વામીશ્રી પાસે રજૂ કર્યું. તેમાં સ્વામીશ્રીનો સભાપ્રવેશ પાલખીમાં બેસારીને કરાવવાની વાત કરી. થોડા યુવકો પાલખી ઊંચકીને ચાલે... અન્ય યુવકો દર્શન કરે...
સ્વામીશ્રી કહે : 'આપણે ઠાકોરજી પાસે ઊંચે આસને બેસીને જઈએ તે સારું નહીં. હરિકૃષ્ણ મહારાજને બેસારી લેજો. હું ચાલતો આવીશ...'
સી.એમ. પટેલ કહે : 'બાપા ! આ યુવકોએ ખૂબ મહેનત કરી છે. તો તેને રાજી કરો.'
તો પણ સ્વામીશ્રીએ મચક ન આપી. ખૂબ આગ્રહ કર્યો તો કહે : 'અહીંથી દરવાજા સુધી ઊંચકી લેજો, બસ.'
યુવકો કહે : પણ અમે તો અમારી સભામાં આપને અમે વિશિષ્ટ રીતે સન્માનવા માગીએ છીએ.'
ફરી સી.એમ.પટેલે વિનંતી કરી... આમ રકઝકને અંતે ખૂબ મોટો અપરાધ થઈ જતો હોય તેમ સ્વામીશ્રીએ કહ્યું : 'હરિકૃષ્ણ મહારાજને લઈને બેસીશ. પણ એક શરત કે પાલખી જમીનથી એક જ ફૂટ ઊંચી રહેવી જોઈએ. જેમ ખુરશી પર જઈએ છીએ તેમ, પાલખી ખભે નહીં ઊંચકવાની.'
યુવકો કબૂલ થયા. 'ઊંચા નહીં કરીએ, બાપા !'
'ઊંચા કરી દો તો !!'
ઉપેન્દ્ર કહે : 'આપનામાં શક્તિ બહુ છે, શરીરમાં વજન મૂકી દેજોને ! અમે ઊંચકી જ ન શકીએ !'
તરત સ્વામીશ્રી કહે : 'શક્તિ તો બહુ જ છે પણ ઊંચા થઈએ તો નીકળી જાય. ઠાકોરજીની - મંદિરની મર્યાદા આપણે રહેવી જોઈએ.'
યુવકોની ભક્તિની દોરીએ બંધાયેલ સ્વામીશ્રીએ શરતો સાથે મહાપરાણે પાલખીમાં આવવા હા પાડી પણ મુખારિવદ પર 'રખે અપરાધ થઈ જાય' એ શંકાનો ઓળો બીજા દિવસ સુધી અકબંધ રહ્યો.
સોમવારે પાલખીમાં બિરાજ્યા. ખોળામાં હરિકૃષ્ણ મહારાજને લીધા. ઢળેલે પોપચે, દીનવદને સ્વામીશ્રી યુવાસભા વચ્ચે નીસર્યા ને મંચ પાસે પાલખીથી ઊતર્યા ત્યારે જ હા...શ... અનુભવી. યુવકોએ પણ એક ફૂટથી ઊંચી પાલખી કરી નહીં !
મંદિરમાં ઠાકોરજી સમક્ષ બંને હાથ જોડી સ્થિર નયનો ધરી રહ્યા, ત્યારે અપરાધ બદલ ક્ષમા-પ્રાર્થનાનો ભાવ એમના વદન ફરતે ઝળૂંબતો હતો.
Vachanamrut Gems
Gadhadã I-73:
The Wise Realize Shriji Maharaj's Glory
"Those who are wise realise all My characteristics by staying close to Me. They realise, 'Mahãrãj has no affection for any object in this world that can arouse infatuation - wealth, women, ornaments, food and drink, etc. In fact, Mahãrãj remains dejected from all these things. When, out of compassion, He allows some person to sit near Him or talks to him of gnãn, it is purely out of compassion for the liberation of the jiva.' On the other hand, those who are fools - whether they stay near or far - cannot understand My nature as such."
[Gadhadã I-73]