પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૩૬
જીંજા, તા. ૭-૩-૧૯૭૦
આજે સવારે સાડા દસ વાગે સભામાં પધાર્યા. મસીન્ડીના નારાયણસિંગ સાથે એમના દીકરા પ્રીતમસિંગ યોગીજી મહારાજના દર્શને આવ્યા હતા. સ્વામીશ્રીએ એમને હેતથી સમજાવી બધાં વ્યસનો છોડાવ્યાં. પછી વર્તમાન ધરાવ્યા. સ્વામીશ્રી એને કંઠી પહેરાવતા હતા, પણ માથા ઉપર પાઘડી હતી એથી કંઠી આવતી ન હતી અને પાઘડી કાઢતા એ સંકોચાતા હતા.
'પછી પહેરી લેશે...' કોઈએ સૂચન કર્યું.
'અત્યારે પહેરી લો પછી અમારે હાથે પહેરવા નહિ મળે,' સ્વામીશ્રીએ મર્મમાં કહ્યું અને જાતે જ કંઠી પહેરાવવાનો આગ્રહ રાખ્યો. છેવટે પાઘડી ઉતરાવી અને કંઠી પહેરાવી. મોટા પુરુષના શુભહસ્તે વર્તમાનદીક્ષાનો આ પ્રસંગ ભાગ્યવાનને જ સાંપડે.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-57:
If a Person Truly Loves God
“Furthermore, if a person truly loves God, he would never develop love for anything else. If there is an object that appears to be dearer to him than God, he would completely discard it. That is true renunciation…”
[Gadhadã II-57]