પ્રેરણા પરિમલ
જીવન મંગલ થાજો !
(તા. ૪-૩-૯૮, ગાંધીનગર)
કેનેડાથી નરેશ રોય, આર્કીટેક્ટ અરુણ પ્રધાન તથા એમના ગ્રીક ભાગીદાર જ્યોર્જ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા. નરેશભાઈએ કેનેડામાં સંસ્થા દ્વારા નિર્માણાધીન નૂતન મંદિરની તત્કાલીન પરિસ્થિતિ જણાવી. પ્લાન દેખાડ્યા. સમગ્ર મિટિંગ દરમ્યાન સ્વામીશ્રી માળા ફેરવતા રહ્યા. અંતે એ માળા એમણે જ્યોર્જને આપી અને તેને માળા ફેરવતા શીખવ્યું.
નરેશ રોય કહે, 'અમારી ઇચ્છા છે કે આપણે જ્યોર્જને હિંદુ બનાવવો.'
સ્વામીશ્રી કહે : 'એ શાકાહારી છે અને રહે એટલે હિંદુ જ થઈ ગયા. વેજીટેરિયન રહે ને જીવનમાં વ્યસન ન રહે તો હિંદુ જ છે. અમે અન્યની માફક ધર્મપરિવર્તન નથી કરાવતા. અમે જીવન પરિવર્તન કરીએ છીએ.'
સ્વામીશ્રીની આ ધર્મભાવના જ્યોર્જને સમજાવી તો તે એકદમ ખુશ થઈ ગયા. કહે : 'આપનું કહેવું એકદમ બરાબર છે. ધર્મપરિવર્તન નહીં, જીવનપરિવર્તન થવું જોઈએ.'
પૈસાના ભરડાથી કે પિસ્તોલના ભયથી કે અન્ય કોઈ પ્રકારે સ્વામીશ્રી ધર્મપરિવર્તન કરવામાં માનતા નથી. તેઓ તો એવું જ ઇચ્છે કે આ જીવનું જીવન મંગલ થાજો.
Vachanamrut Gems
Kãriyãni-7:
Characteristics of a Person Who Has Realised God
"One who has attained God-realisation through such a conviction experiences the following: Wherever he casts his eyes - among all the mobile and immobile forms - he sees the form of God as if it is before his eyes, the same form that constantly remains in Akshardhãm even after the dissolution of the body, the brahmãnd and Prakruti-Purush. Other than that form, he does not perceive even an atom. These are the characteristics of one who has attained God-realisation."
[Kãriyãni-7]