પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 11-8-2017, હ્યુસ્ટન
સ્વામીશ્રી આજે ‘બાળદિન’ની સભામાં પધાર્યા. એક બાળકે માનસીની વાત કરતાં કહ્યું કે ‘સ્વામી ! અમે આંખો બંધ કરીએ ત્યારે કાળું કાળું દેખાય છે. આપ આંખો બંધ કરો ત્યારે શું દેખાય છે ? તે લખી આપો.’
સ્વામીશ્રીની આગળ આઇ-પેડ ધરવામાં આવ્યું. સ્વામીશ્રીએ લખી આપ્યું - ‘યોગીબાપા’, અને બોલ્યા પણ ખરા - ‘યોગીબાપા દેખાય.’
આ પ્રસંગની સ્મૃતિ કરતાં સેવક સંતે બપોરે ભોજન પૂર્ણ થયા બાદ સ્વામીશ્રીને બાળકના પ્રશ્નનો જવાબ રીતસર આંખો બંધ કરીને લખ્યો હતો તેનું રહસ્ય પૂછ્યું. સ્વામીશ્રી એકદમ સરળતાથી કહે : ‘એમણે કહ્યું હતું કે આંખો બંધ કરો ત્યારે શું દેખાય છે તે લખો.’
બધા હસી પડ્યા.
સ્વામીશ્રી હસતાં હસતાં કહે : ‘આજ્ઞા પાળવાની.’
સંતો કહે : ‘આપે બાળકોની આજ્ઞા પાળી.’
સ્વામીશ્રી મર્મમાં કહે : ‘પછી આપણી આજ્ઞા પાળે.’
કેટલો મોટો સિદ્ધાંત !
મુનિચિંતનદાસ સ્વામીએ પૂછ્યું : ‘આંખો બંધ કરી પછી આપને યોગીબાપા દેખાતા હતા ?’
સ્વામીશ્રી કેફમાં કહે : ‘એ તો ચોવીસ કલાક દેખાય છે.’
યોગીજી મહારાજ બોલ્યા હતા કે ‘અમારે તો અખંડ ભગવાનનું દર્શન છે.’ એવો જ ભાવ સ્વામીશ્રીના ઉત્તરમાંથી પણ ઊપસી આવ્યો.
Vachanamrut Gems
Gadhadã III-23:
Mansi Puja
“In this manner, a devotee who offers puja in different ways according to the three different seasons increases his love for God, and his jiva benefits tremendously. Therefore, whoever has heard this discourse should imbibe it and daily perform the mãnsi pujã of God in the manner described. As a matter of fact, I have never talked about this before.”
[Gadhadã III-23]