પ્રેરણા પરિમલ
પ્રાર્થના એ જ કરવી કે...
લંડનથી સ્વામીશ્રી સાઉધમ્પટન અને ક્રોલી જઈ રહ્યા હતા. કોઈ મુલાકાતીઓ નહોતા. નીકળવાને થોડી વાર હતી તેથી હિતેશ ને તરુણ બે યુવકો સાથે સ્વામીશ્રી બિરાજ્યા. ગોષ્ઠિ શરૂ કરી ત્યાં સી.એમ. પટેલ આવ્યા. તેમણે પૂછ્યું, 'શું કરો છો ?'
'આ બે યુવકોને વાત કરું છું.' સ્વામીશ્રીએ કહ્યું, 'સત્સંગમાં પાકા થાય ને !'
'બંને જણા શાંત છે ને સેવાભાવી છે.' સી.એમ. પટેલ બોલ્યા.
એવામાં હિતેશ ને તરુણે પોતાના મનની વાત કરી, 'બાપા, અમે બંને ભેગા થઈએ ત્યારે વિચારીએ છીએ કે સ્વામી રાજી થાય તો આપણે શું માગવું ? તો બંનેનો વિચાર એક જ આવ્યો કે પૈસા માગવા, જેથી સેવા થાય.'
સ્વામીશ્રીએ એમને ત્યાં જ અટકાવ્યા. ગાડી આડે પાટે ચડી જાય એ કેમ ચાલે...
સ્વામીશ્રી કહે, 'જુઓ ભગવાનમાં બધી સંપત્તિ છે. ભગવાનની મૂર્તિ માંગીએ તો એમાં બધું આવી જાય. પૈસા માંગવાની જરૂર જ નથી. એ આપે જ. વ્યવહાર એમને ચલાવવો છે. માટે ભગવાનને તો એમ જ કહેવાનું કે ભગવાન, તમારું સુખ જ આપજો. બંગલાનું સુખ-સંપત્તિ - વૈભવનું સુખ તો આત્માને લઈને જ છે. આત્મા શરીરમાંથી નીકળી ગયો પછી શું સુખ ? ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને શું કહ્યું ? મારે સાઈઠ હજાર રૂપિયા નથી જોઈતા. મારે તો તમારું જ સુખ જોઈએ છે. પ્રાર્થના એ જ કરવી કે તમારું સુખ મળે. દેહનું સુખ ન મળે. હા, દુઃખ મટાડવાનું માગો તો તે પણ ભગવાન પાસે જ. બીજે નહિ. મનમાં પાકું કરવું. તો ક્યારેય મન પાછું ન પડે. નિષ્ઠાની દૃઢતા ને ધર્મનિયમની દૃઢતા રાખવી.'
Vachanamrut Gems
Gadhadã I-73:
Key to Becoming Flawless
"… Whoever believes the great Purush to be absolutely free of flaws becomes totally flawless himself…"
[Gadhadã I-73]