પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૨૬
નૈરોબી, તા. ૬-૨-૧૯૭૦
સાંજે ભટેસાના ચિરંજીવી વિનુભાઈ તથા ભાણેજ સુધીરભાઈ યોગીજી મહારાજનાં દર્શને આવ્યા. સ્વામીશ્રી બંનેને પ્રેમથી મળ્યા. વાળના ઝુલ્ફામાં હાથ ફેરવી, માથું પોતાના ગળામાં રાખી, હાથ વાંસમાં ફેરવી, ખૂબ હેત કર્યું. હેત કરવાની સ્વામીશ્રીની આ અલૌકિક રીત, જેમાં દરેકને પારલૌકિક અનુભવ થતો. સ્વામીશ્રી ઉકાળો પીવા જઈ રહ્યા હતા. તે ઢોલિયામાંથી નીચે ઊતરતા બંનેને બોલાવીને હાથ પકડ્યો અને કહેવા લાગ્યા,'શીખી જાવ... હાથ પકડ્યો છે તે છોડવો નથી...'
'બાપા ! હું પણ નહિ છોડું...' સુધીર બોલ્યો. કેવી અકારણ દયા !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-39:
My Message to You
“Therefore, one should keep a firm conviction of the form of God and staunchly worship Him. This is My message to you. So, please imbibe these words firmly in your lives.”
[Gadhadã II-39]