પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 15-7-2017, શિકાગો
સ્વામીશ્રી સભામાં પધાર્યા. આજનો મુખ્ય કાર્યક્રમ ‘ઇતિ વચનામૃતમ્’ દરેક સેન્ટરમાં થાય છે તેમ અહીં પણ શરૂ થયો. એક પુરાણીના વેશધારી યુવક સ્વામીશ્રી સમક્ષ વચનામૃતનો ચોપડો લઈને બેઠો. આજુબાજુ હરિભક્તો ગોઠવાયા અને પુરાણીએ કથા શરૂ કરી :
‘સ્વામિનારાયણ હરે વચનામૃત શિકાગો પ્રકરણનું પહેલું - ભાગ્ય જાગ્યાનું.’ અને ત્યારબાદ જાણે મહારાજના સાંનિધ્યમાં પરમહંસો, હરિભક્તો પ્રશ્નો પૂછતા હોય તેવી રીતે સ્વામીશ્રીને પ્રશ્નો પૂછવાનું શરૂ થયું અને સ્વામીશ્રીએ પણ સામે અદ્ભુત ઉત્તરો આપ્યા, જે નીચે પ્રસ્તુત છે.
પ્રશ્ન : ‘રવિસભા દરમ્યાન જ સેવા, મીટિંગ વગેરે આવી જાય તો શું કરવું ? સેવામાં જોડાવું કે સભામાં આવવું ?’
સ્વામીશ્રીએ વ્યવહારુ ઉત્તર આપતાં કહ્યું : ‘જે ડ્યૂટી સોંપી હોય તે કરીએ તો રવિસભા જ થઈ ગઈ. વચ્ચે નવરાશ મળે તો આવી જવું. પાર્કિંગવાળા સભામાં આવીને બેસે તો કેટલા ગાડીના નંબર બોલવા પડે !? માટે જે જેની ફરજ હોય તે બરાબર બજાવે તે રવિસભા. બાકી બીજા બધાએ તો અવશ્ય બેસવું. 25,000 ડૉલરનો નફો થતો હોય તો તે છોડીને પણ રવિસભા ભરવી.’
પ્રશ્ન : ‘રવિસભામાં આવીને કરવાનું શું ? ધર્માદો, સેવા, વાંચન, સભા કેટલું બધું કરવાનું છે, તો એમાંથી શું કરવું ? એક કરવાથી બધું થવા મંડે તેવી શી સમજણ છે ?’
સ્વામીશ્રી કહે : ‘નિષ્ઠા. મહારાજ-સ્વામી ને સત્પુરુષની નિષ્ઠા થઈ તેમાં બધું આવી ગયું. મહારાજે કહ્યું - ‘સંત સમાગમ કરે તેમાં બધું આવી જાય.’ એમાં 24 કલાક બેસાડી રાખતા નથી. સમયે સમયે બેસવાનું હોય છે. તે બેસ્ટ છે. તેના માટે ટાઇમ કાઢવો. બાચકો ભરી લેવો.’
આગામી પ્રશ્ન થોડો લઘુસંવાદના રૂપમાં હતો. જેમાં એક મુમુક્ષુ અક્ષરધામનું ચોથું સ્વરૂપ શોધી રહ્યા હતા. તે કહે : ‘પહેલું અક્ષરધામ ગાંધીનગરનું, બીજું દિલ્હીનું, ત્રીજું રોબિન્સવિલમાં બને છે, પણ આ ચોથું અક્ષરધામનું સ્વરૂપ કયું ?’
કાર્યકરે કહ્યું : ‘અરે ભાઈ ! અક્ષરધામનાં નહીં, અક્ષરનાં ચાર સ્વરૂપની વાત છે.’ પછી તેમણે ચિદાકાશરૂપે, અક્ષરધામરૂપે અને અક્ષરધામમાં સેવકરૂપે અક્ષરબ્રહ્મ છે તેની વાત કરી. પછી બંનેએ સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો : ‘સ્વામી ! આ ચોથું સ્વરૂપ કયું ?’
સ્વામીશ્રીએ ડાબા હાથે લટકું કરીને કહ્યું : ‘પ્રમુખસ્વામી.’
કાર્યકરો પણ હોશિયાર હતા. તરત જ બીજો પ્રશ્ન પૂછ્યો : ‘અહીં અમારી સામે બિરાજમાન આપ એ જ સ્વરૂપ છો ને ?’
સ્વામીશ્રીએ હસીને ‘હા’ કહી.
પ્રશ્ન : ‘અંતકાળે અમને બધાને તેડવા શ્રીજીમહારાજ આવશે ને ?’
સ્વામીશ્રીએ ‘હા’ કહી.
તરત જ બીજો પ્રશ્ન પુછાયો : ‘પણ અમે શ્રીજીમહારાજને તો જોયા નથી તો કેવી રીતે ઓળખાશે ?’
‘અંત સમયે આવશે એટલે ઓળખાશે.’ સ્વામીશ્રીએ કહ્યું.
કાર્યકરોએ ત્રીજો પ્રશ્ન પૂછી લીધો : ‘આપ પણ સાથે આવશો ને ?’
‘આવવું જ પડશે.’
સૌએ જબરદસ્ત તાળીઓથી સ્વામીશ્રીએ આપેલા આ વચનને વધાવી લીધું.
પ્રશ્ન : ‘સામેવાળામાં સ્વભાવ દેખવા છતાં દિવ્ય કેવી રીતે સમજવા ?’
સ્વામીશ્રી કહે : ‘100 ડૉલરની નોટ હોય તો કહેવું પડે ? સરકારનો સિક્કો વાગ્યો તો બે પૈસાનો કાગળ 100 ડૉલરની નોટ બની ગઈ. તો શ્રીજીમહારાજનો સિક્કો વાગે તો આ બધા મનુષ્ય રહેતા હશે ? દિવ્ય જ હોય ને !’
Vachanamrut Gems
Gadhadã III-39:
Shriji Maharaj's Detachment for Worldly Objects
“I deliver these discourses to you not from any imagination of My mind, nor to display any sort of aptitude. I have experienced all that I have spoken about. In fact, I speak in accordance to what I practise. Outwardly, I may have a great deal of contact with women, wealth and the panchvishays. In fact, wherever I go – Surat, Amdãvãd, Vadodarã, Vartãl, etc. – thousands of people gather; they obey Me, honour Me and welcome Me with great fanfare. There I stay in luxurious places and receive rich clothes, vehicles, etc. Despite all of this, whenever I look towards My ãtmã and towards the greatness of God, it all seems absolutely insignificant. I cannot become attached to any of it. In fact, I become oblivious to it all, just as one is oblivious to one’s past lives. The reason I can behave in such a manner is that I have thoroughly realised the aforementioned two topics. In fact, whosoever realises them would also behave accordingly if ever he were somehow put in similar circumstances. Therefore, these two topics should be understood by all means.”
[Gadhadã III-39]