પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 15-7-2017, શિકાગો
સ્વામીશ્રી વૉકિંગ કરવા પધાર્યા. યોગીવાણીનું પુસ્તક જોઈને તેના માટે બંદૂકની મુદ્રા કરી. એમાંથી વંચાયેલી વાતો અને સ્વામીશ્રીએ કરેલું વિશેષ નિરૂપણ નીચે પ્રમાણે હતું.
ગ્રંથમાંથી વાંચન થયું : ‘મોટાપુરુષના જેવી સ્થિતિ થાય, તો મહિમા સમજાય. તે સ્થિતિ કઈ ? તો નિર્દોષ-બુદ્ધિની સ્થિતિ.’
સ્વામીશ્રીએ આ સાંભળીને તરત જ ‘પુરુષોત્તમ બોલ્યા પ્રીતે’ ગ્રંથ મંગાવ્યો અને તેના પાના નં. 135 પરની વાત વંચાવી : ‘સંતની કૃપાથી અલૌકિક મતિ થાય છે. પછી હરિજનની દૈહિક બાહ્યક્રિયા પણ નિર્દોષ લાગે છે. સૌમાં નિર્દોષબુદ્ધિ થઈ જાય તે સંતની કૃપા વિના શક્ય નથી. મનધાર્યા અપાર ઉપાય કરે, તોપણ નકામા છે.’
સ્વામીશ્રીને જે વાત નીકળે, તેવી જ અદ્દલ વાત ‘પુરુષોત્તમ બોલ્યા પ્રીતે’ ગ્રંથમાં કયા પાના પર છે, ત્યાં સુધી યાદ હોય છે.
આગળ વાંચન થયું : ‘ગઢડા મધ્યના 26મા વચનામૃતમાં વાત આવી, સત્સંગમાં કોઈક કાંઈ જ ન સમજતો હોય અને ભગવાનનો નિશ્ચય હોય તેને મોટો જાણે અને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે.’
સ્વામીશ્રીએ કહ્યું : ‘અંત્ય 26, મધ્ય 26 નહીં.’
પુસ્તકનું પ્રૂફરીડિંગ કરનારાઓની નજરમાંથી પણ છટકી ગયેલી ભૂલ સ્વામીશ્રીએ વૉકિંગ કરતાં કરતાં પકડી પાડી.
સૌનાં હૈયાં ગાવાં લાગ્યાં : ‘શ્રુતવાનમાં સૌથી સરેશ, એવા સંતને નામું હું શીશ...’
Vachanamrut Gems
Gadhadã III-23:
Attitudes Worthy of Being Imbibed
“When God and His Bhakta are pleased on a devotee, he should feel, ‘It is my great fortune that God and His Bhakta are pleased with me.’ Also, when, for the purpose of teaching a lesson, they reprimand him, he should feel, ‘It is my great fortune that they reprimand me; after all, it will help in removing my flaws.’ In this way, one should be pleased even if reprimanded; one should not feel any grief in one’s mind, nor get upset, nor even regard oneself as being very sinful. Indeed, one should always remain pleased. This attitude is also worthy of being imbibed.”
[Gadhadã III-23]