પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 15-7-2017, શિકાગો
ભોજન બાદ યોગીકીર્તનદાસ સ્વામીએ શિકાગોના વિસ્તારોમાંથી પધારેલા કાર્યકરો, હરિભક્તોના વિશેષ ગુણો કહ્યા. એમાં ડૉ. જિગરભાઈ ઠક્કરની વાત કરતાં કહ્યું : ‘તેઓ વિદ્યાનગર છાત્રાલયમાં પ્રણવતીર્થ સ્વામી સાથે એક જ રૂમમાં રહેતા હતા. તેઓ સારી સેવા કરે છે.’
આ વાત પૂરી થઈ ને બીજી શરૂ થઈ ત્યાં સ્વામીશ્રી કહે : ‘પ્રણવતીર્થ સ્વામી તો વિદ્યાનગરના જ છે. તે છાત્રાલયમાં કેવી રીતે રહેતા હોય ?’
સંતોએ પાકું કર્યું તો જિગરભાઈ પ્રણવતીર્થ સ્વામી સાથે એક રૂમમાં નહોતા રહેતા પણ એક વર્ગમાં ભણતા હતા. આટલાં વર્ષો પહેલાંની વાત જે પરિચય આપનાર કે સાથે ભણનારને પણ ધ્યાનમાં ન આવી, તે સ્વામીશ્રીએ પકડી પાડી !
ત્યાબાદ રવિ બારોટ નામના એક છોકરાને ઊભો કરવામાં આવ્યો. સ્વામીશ્રીએ તેને જોઈને તરત જ કહ્યું : ‘લાલ શર્ટ.’
રવિએ કહ્યું : ‘હા, 2002ની સાલમાં સ્વામીશ્રી અહીંયાં પધાર્યા ત્યારે હું લાલ શર્ટ પહેરીને સાઇકલ ચલાવતો હતો.’
સ્વામીશ્રીએ તે કેવી રીતે સાઇકલ ચલાવતો હતો તેની એક્શન કરીને બતાવ્યું : ‘આમ... આમ... આમ...’
સ્વામીશ્રીની સ્મૃતિશક્તિ ખરેખર આશ્ચર્ય ઉપજાવે તેવી છે.
Vachanamrut Gems
Gadhadã III-24:
How Does a Spiritual Aspirant Attain Noble Virtues?
“What is the reason behind a spiritual aspirant attaining noble virtues? Well, one develops an aversion for the world in proportion to the attachment one has for listening to the talks and discourses related to God; moreover, vicious natures such as lust, anger, avarice, etc., are also destroyed to that extent. Conversely, if someone is lazy in listening to those talks and discourses, then one should infer that he will not imbibe noble virtues. In fact, out of the nine types of bhakti mentioned in the scriptures, the bhakti of listening to spiritual discourses is considered to be the best. Therefore, one who possesses that form of bhakti will attain all of the various forms of bhakti up to and including profound, loving bhakti.”
[Gadhadã III-24]