પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-7-2017, શિકાગો
આજે ચેષ્ટાગાન બાદ નારાયણમુનિદાસ સ્વામીએ સ્વામીશ્રીને પૂછ્યું : ‘આપ બધા સંતોને જય સ્વામિનારાયણ કરો છો, ત્યારે શું વિચારો છો ?’
પહેલાં તો સ્વામીશ્રીએ કહી દીધું : ‘બસ એમનેમ.’
નારાયણમુનિદાસ સ્વામીએ સ્વામીશ્રીના અંતરનો તાગ કાઢવા બીજો પ્રશ્ન પૂછ્યો : ‘તો આપને આવો આનંદ કેવી રીતે આવે છે ?’
સ્વામીશ્રીએ પછી રહસ્ય ખોલ્યું : ‘બધા મુક્તો છે.’
અર્થાત્ સ્વામીશ્રી એવી દૃષ્ટિથી બધા સંતોને ‘જય સ્વામિનારાયણ’ કરે છે.
પછી નારાયણમુનિદાસ સ્વામીએ પૂછ્યું : ‘બધા અક્ષરધામના નિવાસી છે ? કે થવાના છે ?’
‘છે જ.’
‘ભલે એમાં સ્વભાવ-દોષો છે, તોય ?’
‘હા.’
‘તો એ ટળી જશે એ રીતે જોવાનું ? કે છે જ નહીં એમ જોવાનું ?’
‘છે જ નહીં.’
‘તો દેખાય છે અને એનાથી પ્રશ્ન થાય છે એનું શું ?’
‘એ સ્થિતિ જુદી છે. એ સ્થિતિ હોય તો દેખાય જ નહીં. જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ના ભાસે રે..’
‘તો એવી સ્થિતિ કેવી રીતે થાય ?’ મુદ્દાનો પ્રશ્ન પુછાયો.
સ્વામીશ્રી કહે : ‘ભગવાનમાં નિર્દોષબુદ્ધિ હોય તે જુદી વાત છે. ભગવાનમાં નિર્દોષબુદ્ધિ હોય તો બધા દોષો આમ ચપટીમાં નીકળી જાય. તમે જેવા સમજો એવું તમારામાં વ્યાપે. અથવા એવું છે જ.’ સ્વામીશ્રીએ આવી રીતે રહસ્યની વાતો કરી.
સંતો કહે : ‘ભારે ભારે વાતો કરી.’
સ્વામીશ્રી કહે : ‘ભારે ભારે વાતો કર્યા વિના છૂટકો જ નથી. જો ન કરીએ તો ક્યારે થાય ? ખાબોચિયામાં સડબડ થયા કરે.’
Vachanamrut Gems
Gadhadã II-42:
God is Ever-Present in Akshardham
“Moreover, God – Purushottam – forever remains present in that Akshardhãm. His will always prevails. While remaining in Akshardhãm itself, He manifests in whatever form is required in whichever brahmãnd…”
[Gadhadã II-42]