પ્રેરણા પરિમલ
સમજાવટ
(તા. ૪-૧૦-૯૭, સારંગપુર)
એક ગામનું સત્સંગ મંડળ સ્વામીશ્રીને મળવા આવ્યું. ગામમાં એક કોમની સતામણીને કારણે ગામ લોકોએ સંપીને તેમની સાથે સંબંધ-વ્યવહાર બંધ કરવાનો નિર્ણય લીધો. કેટલાક વ્યવહારુ લોકોને આ ઉગ્રતા જચી નહીં. ફક્ત આ મુદ્દે અંદરોઅંદર જંગ જામ્યો, અને અરસપરસ લગ્ન પ્રસંગ વગેરેમાં જવાનુંય બંધ થઈ ગયું. તેઓ બધા મળીને આજે સ્વામીશ્રી પાસે આવ્યા હતા. આ ભાઈઓને સ્વામીશ્રીએ કહ્યું : 'જેના માટે કર્યું હતું એ કોમના લોકો એક બાજુ બેસી રહ્યા ને તમારામાં કુસંપ પેસી ગયો. કુટુંબમાં કાયમ મળવા-હળવાનું થતું એ ગયું ને ડખો પેઠો. સંપ ગયો. મળવા કરતાં ગુમાવવાનું વધું થયું. આ સમજવાની વાત છે. કુસંપને લઈને ગામનો વિકાસ પણ અટકશે. કારણ કે પહેલાનું કંઈક સારું થાય બીજો અટકાવે ને બીજાનું થતું હોય તો પહેલો. એમ તમારા બંનેના કુસંપમાં ત્રીજા લાભ લઈ જશે. જરાક અમથું મૂકવાની વાત છે. મૂકશો તો શાંતિ થશે.'
વધતી જતી તિરાડ પૂરીને સ્વામીશ્રીએ ગામનો ધૂળમાં રોળાતો વિકાસ અને શાંતિને બચાવી લીધાં. એ ગામના લોકો માટે જ નહીં, પ્રત્યેક કુટુંબ માટે કે સમુદાય માટે સ્વામીશ્રીની આ વાત સફળતાના મુદ્રાલેખ સમી છે.
Vachanamrut Gems
Gadhadã I-73:
Conquering Lust
"… So, conquering lust is the most difficult of all spiritual endeavours. Nevertheless, a person who has the firm strength of the upãsanã of God, has become absolutely free from desires for vishays, and is firmly resolute in remaining free of worldly desires becomes free of lust by the grace of God."
[Gadhadã I-73]