પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 1-8-2017, લોસ એન્જેલસ
સ્વામીશ્રી કક્ષમાં પધારી ભોજન અંગીકાર કરવા વિરાજ્યા. આજે સ્વામીશ્રી કરતાં જુદા વિમાનમાં આવનારા હરિભક્તો નિયત સમય કરતાં મોડા આવ્યા હતા. સ્વામીશ્રીએ જિજ્ઞાસાથી પૂછ્યું : ‘કેમ લેટ થયા ?’
એક સંતે માંડીને વાત કરી : “સ્વામી ! આજે તો આપે રક્ષા કરી. અમે પ્લેનમાં ચઢતા’તા ત્યાં અમને રોક્યા અને કહ્યું - ‘હમણાં ઊતરો.’ અમે ઊતર્યા. સારી એવી વાર થઈ. ખબર પડી કે એક એન્જિન બગડેલું.”
સ્વામીશ્રી બોલી ઊઠ્યા : ‘આખું પ્લેન દરિયામાં જ જવાનું હતું...’ પછી પૂછ્યું : ‘કોણ કોણ સંતો હતા ?’
સંતોએ જણાવ્યું : ‘આઠ સંતો અને બીજા સાધકો-હરિભક્તો મળીને કુલ 25 જણા હતા, જેમાં યજ્ઞવલ્લભદાસ સ્વામી, જ્ઞાનપ્રિયદાસ સ્વામી...’
સ્વામીશ્રી કહે : ‘એ પણ જાત.’
સ્વામીશ્રી બીજી વાર આ ભાવનું વાક્ય બોલ્યા.
સંતો કહે : ‘આપે રક્ષા કરી.’
સંતોએ રમૂજ કરતાં પૂછ્યું : ‘તો ગુણવત્સલ સ્વામી અક્ષરધામમાં જઈને આવ્યા ?’
સ્વામીશ્રીએ ‘હા’ પાડી.
સંતો કહે : ‘ટર્બ્યુલન્સ(હવાના દબાણના ફેરફારોને લીધે આવતી વાતાવરણની અસ્થિરતા) પણ આવતા’તા, ત્યારે ગભરામણ થતી હતી, કારણ કે નીચે સીધો દરિયો જ દેખાય.’
સ્વામીશ્રી ફરી કહે : ‘દરિયામાં જ જવાના હતા.’
સંતો આભાર માનતાં સ્વામીશ્રીને કહેવા લાગ્યા : ‘આપે જ રક્ષા કરી.’
સ્વામીશ્રી દાસભાવે કહે : ‘મહારાજ-સ્વામીએ રક્ષા કરી.’
સ્વામીશ્રી એક ક્ષણ પણ મહારાજ-સ્વામીના કર્તાપણાનું અનુસંધાન ગુમાવતા નથી.
Vachanamrut Gems
Gadhadã II-55:
An Ekantik Bhakta Engages himself in God
“The mind of an ekãntik bhakta of God contemplates only upon the form of God; his mouth sings only the praises of God; his hands engage only in the service of God and His devotees; and his ears listen only to the praises of God…”
[Gadhadã II-55]