પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૨૨
મુંબઈ, તા. ૧-૨-૧૯૭૦
આજે સવારે યોગીજી મહારાજ બહુ આનંદમાં હતા. ઊંઘનું પૂછ્યું તો કહે ખૂબ આવી. પછીથી તબિયતનું પૂછ્યું, તો કહે,'આજે બહુ સારી છે. ટોપરા જેવી છે...'
'જવું જ છે...' એમ કેફમાં બોલી રહ્યા હતા.
આફ્રિકા જવાની વાત ચાલતી હતી. ડૉક્ટરોની ના હતી, પણ આફ્રિકાના હરિભક્તોની ખૂબ ખેંચ હતી. એટલે નાદુરસ્ત તબિયત છતાં સ્વામીશ્રીએ ભક્તોના પ્રેમવશ થઈ જવાનો નિરધાર કર્યો હતો. પોતે અમલમાં હોય એમ બોલે જતા હતા...
'મહારાજ, સ્વામી બધા ભેગા આવશે. એક બીજું પ્લેન કરવું પડશે. એમાં બધા આવશે. કૃષ્ણજી અદા ને બધા મુક્તો એમાં આવશે...'
'એમના પાસપોર્ટનું શું ?' કોઈએ વચમાં રમૂજ કરી.
'એમને જરૂર નહિ.' એમ નિધડકપણે બોલતા હતા. મહારાજ, સ્વામી અને અનંતકોટિ મુક્તો એમની સાથે અખંડ છે - એમ સમજાવ્યું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-3:
The Impressions of Evil Company Do Not Disappear
“… Similarly, the impressions of evil company do not disappear in a person who has only knowledge of the ãtmã, even though he becomes brahmarup; nor does he develop compassion and affection for God and His devotees. Conversely, for a devotee of God, even though mãyik influences are overcome, intense compassion and affection for God and His devotees increase. But in no way are compassion and affection ever lost; they always remain.”
[Gadhadã III-3]