પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 31-7-2017, સાનહોઝે
શરદી અને કફમાં રાહત રહે તે માટે આજે અલ્પાહારમાં સ્વામીશ્રી માટે સૂંઠનો શીરો તૈયાર કરવામાં આવ્યો હતો. સ્વામીશ્રી તે એક ચમચી જમ્યા. ગુણવત્સલદાસ સ્વામીએ પૂછ્યું : ‘કેવો લાગ્યો ?’
સ્વામીશ્રી કહે : ‘સારું જ લાગે ને !...’
પણ થોડું ચાવ્યા પછી કહે : ‘રેતી લાગે છે...’
ગુણવત્સલદાસ સ્વામીએ કહ્યું : ‘ચાખીને જ આવ્યો છું, એલચી હશે !’ બીજા એક સંતે શંકાનું સમાધાન કરવા શીરો મોઢામાં મૂક્યો... હસતાં હસતાં કહે : ‘સ્વામી ! એલચી છે.’
એલચી ને રેતી એક સરખાં લાગે તે કેવી સ્થિતિ ! ‘समलोष्टाश्मकाञ्चनः’ - ગીતાકથિત સ્થિતિ તે આ જ હશે ને !
Vachanamrut Gems
Gadhadã III-28:
A Devotee Free of Expectations
“If a devotee of God were placed on a shuli due to some karma of his, and if at that time I were standing next to him, the devotee would still not think, ‘It would be good if God would free me from the pain of this shuli.’ In this manner, he is not concerned about his own physical comforts. Instead, he bears the hardships that befall him. As a result, God becomes extremely pleased with such a devotee who is free of all expectations.”
[Gadhadã III-28]