પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 30-7-2017, સાનહોઝે
સ્વામીશ્રીનાં મુલાકાત-દર્શને નેવિલ પરુજણવાળા આવ્યા. તેમણે પ્રાર્થના કરી : સ્વામી ! અક્ષરધામમાં લઈ જજો.’
‘અક્ષરધામ આપવા માટે જ આવ્યા છીએ.’ સ્વામીશ્રીએ ભાવમાં આવીને કહ્યું.
ત્યારપછી પ્રમોદભાઈ પટેલ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા. તારીખ 18 જુલાઈ, 2017ના દિવસે તેમનો સર્વદર્શનદાસ સ્વામી પર ફોન આવ્યો હતો. વાત એમ હતી કે મેરીપોસા કાઉન્ટીમાં બહુ મોટી આગ લાગી હતી. ખૂબ જોરથી પવન સાથે આગ ફેલાઈ રહી હતી. આખું ગામ બળીને રાખ થઈ જાય, તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ફાયર કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટે બધાને ઘર, મૉટેલ બધું ખાલી કરી દેવાની સૂચના આપી દીધી હતી. પ્રમોદભાઈની મૉટેલ, બેસ્ટ વેસ્ટર્નની નજીકમાં આગ આવી જ રહી હતી. લગભગ 200 ફાયર ટ્રક સાથે 1,200 જેટલા ફાયરમૅન કન્ટ્રોલ વ્યવસ્થામાં ઊભા હતા. મૉટેલ ખાલી કરાવી નાંખી હતી. તે વખતે આગ આગળ વધવાની દિશામાં હતી. તેમણે ફોનમાં સર્વદર્શનદાસ સ્વામીને કહ્યું કે ‘અમે ખૂબ તકલીફમાં છીએ. જો આગ લાગશે તો ઘણું બધું ભસ્મીભૂત થઈ જશે. રિકવરી આવતાં ઘણી વાર લાગશે અને ધંધામાં રોજનું બાર હજાર ડૉલરનું નુકસાન જશે. તમે સ્વામીશ્રીને ફોન કરો. આશીર્વાદ અપાવો.’
સર્વદર્શનદાસ સ્વામીએ તરત જ વિવેકમૂર્તિદાસ સ્વામીને આ બાબતનો મેસેજ કર્યો. સ્વામીશ્રી તે વખતે શિકાગોમાં વિરાજમાન હતા. વાત જાણીને પ્રમોદભાઈને ફોન જોડવામાં આવ્યો, પણ તે ન મળ્યા. એમના દીકરાને ફોન જોડવામાં આવ્યો. સ્વામીશ્રીએ તેને આશીર્વાદ આપ્યા કે ‘મહારાજ રક્ષા કરશે અને બધું સારું થશે.’
અને જાણે ચમત્કાર સર્જાયો ! ભભૂકતી આગ પુરજોશમાં મૉટેલ સુધી આવી ખરી, પણ થોડે દૂરથી જ આગના વ્યવસ્થિત, બે ભાગ થઈ ગયા અને આખી આગ ફંટાઈ ગઈ. થોડી જ મિનિટમાં આગની દિશા વેસ્ટથી ઇસ્ટ તરફની હતી, જે બદલાઈને નોર્થ અને વેસ્ટ-સાઉથ દિશામાં થઈ ગઈ. ફાયરબ્રિગેડવાળાએ પણ આ ચમત્કાર નજરે જોયો કે તે આગ મૉટેલને અડ્યા વગર પસાર થઈ ગઈ અને પવન પણ અટકી ગયો. અને આગળ વધતાં આગ શમી પણ ગઈ.
આ રીતે ફક્ત પ્રમોદભાઈની મૉટેલની નહીં, આખા શહેરની રક્ષા થઈ. તે આગ એટલી ભયંકર હતી કે તેનાથી એક લાખ વીસ હજાર એકર જંગલ બળી ગયું, પણ સ્વામીશ્રીના વચને ભક્તોની અને તેમના લીધે આખા શહેરની રક્ષા થઈ.
ઇન્દ્રદેવ પર તો સ્વામીશ્રીનું સામર્થ્ય આપણે ઘણા પ્રસંગોમાં જોયું છે. અગ્નિદેવ પરના સામર્થ્યનું આ પ્રથમ દર્શન હતું !
Vachanamrut Gems
Gadhadã II-32:
Sole Means to Liberation
“The sole cause behind the jiva attaining liberation, transcending mãyã and becoming brahmaswarup is its engagement in the gnãn, meditation, devotional songs, spiritual discourses, etc., of the manifest form of Vãsudev Bhagwãn, who is Purushottam. It is due to these that the jiva transgresses mãyã, attains an extremely elevated state, and also attains God’s Akshardhãm…”
[Gadhadã II-32]