પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 28-7-2017, સાનહોઝે
આજે સ્વામીશ્રીએ સાયંસભામાં આશીર્વાદ ખૂબ જ સુંદર આપ્યા હતા :
“મહારાજ આવ્યા, ગુણાતીત ગુરુઓ, પ્રમુખસ્વામી મહારાજ બધા આવ્યા અને આપણા જેવા થયા. આપણા જેવા ન થાય તો ? એક સૂર્ય સામું જોવું કઠણ છે. જો સૂર્ય થોડોક નીચે આવે તો બધાને બાળીને ભસ્મ કરી દે. તો અનંત સૂર્યનું તેજ એની સામે ક્યાંથી જોઈ શકાય ? એટલે આપણા જેવા થયા એકદમ. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું : ‘કિયાં કીડી કરી મેળાપ, (ભેળો થાવા) ભારે ભેદ છે રે.’ ક્યાં પુરુષોત્તમ આપ અને ક્યાં આપણે ?
સંત દ્વારા ભગવાનનો જોગ થયો છે - એ મનમાં દૃઢ કરીને રાખવાની વાત છે. આપણે અત્યારે મહારાજના વખતમાં જે પ્રાપ્તિ હતી, એ પ્રાપ્તિ છે. એ ન સમજાય તો બધા ચકરાવે ચડીએ અને ગોટા વળે. ઘણી વાર આપણને એવું થાય કે પ્રાપ્તિમાં શું કરવું ? તો વિશ્વાસ. વિશ્વાસ એ જ પ્રાપ્તિ.”
Vachanamrut Gems
Bhugol-Khagol 1:
Why is India the Best?
“… Of these, Bharat-khand is the best because although the other eight have a greater extent of worldly pleasures to indulge in, one cannot attain liberation there – endeavours for liberation are only possible in Bharat-khand. For this reason, there is no place in the 14 realms equal to Bharat-khand.”
[Bhugol-Khagol 1]