પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 28-7-2017, ટોરન્ટોથી સાનહોઝે જતાં પ્લેનમાં
પ્લેન ઊપડ્યું અને થોડું ઉપર ચઢ્યું કે સ્વામીશ્રીએ ઠાકોરજીને પોતાના ખોળામાં લીધા. બારી તરફ હરિકૃષ્ણ મહારાજનું મુખારવિંદ રાખી તેમને ટોરન્ટો શહેર દેખાડવા લાગ્યા. પ્લેન ઊંચું જતું ગયું તેમ ઠાકોરજીની થાળીને એક હાથથી નીચે ટેકો આપી, થોડી ત્રાંસી રાખી, મહારાજની દૃષ્ટિ નીચે જમીન પર પડે તેમ કરતા રહ્યા. લગભગ 15 થી 20 મિનિટ સુધી આ રીતે નીચેનાં ઘરો પર હરિકૃષ્ણ મહારાજની દૃષ્ટિ કરાવી.
ભક્તોએ પૂછ્યું કે ‘હરિકૃષ્ણ મહારાજને દૃષ્ટિ કરાવતી વખતે તમે કયો વિચાર કરતા હતા ?’
સ્વામીશ્રીએ કહ્યું : ‘બધા (નીચે રહેલા) સુખી થાય. આવતા જન્મે બધાને સત્સંગ થાય.’
કેવી ઉદાત્ત ભાવના !
Vachanamrut Gems
Gadhadã II-33:
Shriji Maharaj's Spiritual Status
“In addition, only the contemplation of God remains within My heart, and although I outwardly meet and mingle with devotees of God, it is solely for the benefit of their jivas. Indeed, the day when I feel that I have developed affection for something other than the devotees of God, I will consider Myself as having been dislodged from My spiritual status. However, I am confident that that would never happen…”
[Gadhadã II-33]