પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 28-7-2017, ટોરન્ટો
આજે મૅડિકલ સેવામાં ડૉ. રાજમયૂરભાઈ હતા. સ્વામીશ્રીએ તેમને નજીક બોલાવીને કહ્યું : ‘તે વખતે (આ પૂર્વે) તે જાડા હતા, એમ હતું કે ક્યાં પહોંચશે ? પણ ઉતારી દીધું.’
ડૉ. રાજમયૂરભાઈએ કહ્યું : ‘સ્વામી ! જેમ બહારથી મેં સુધાર્યું તેમ અંદરનું આપ સુધારી દેજો.’
સ્વામીશ્રી હસતાં હસતાં કહે : ‘તમે બહારના (શરીરના) ડૉક્ટર અને અમે અંદરના (જીવના ડૉક્ટર).’
સ્વામીશ્રીએ જાણે કે કહી દીધું કે અમને તો એક જન્મ-મરણનો રોગ ટાળતાં આવડે છે, બીજું આવડતું નથી.
Vachanamrut Gems
Gadhadã II-55:
I am always Cautious
“In addition, a thought also remains within My heart that I am the ãtmã, distinct from the body; I am not like this body. Also, My mind is always cautious, lest a portion of mãyã in the form of rajogun, tamogun, etc., infiltrate My ãtmã! In fact, I am constantly vigilant of that.”
[Gadhadã II-55]