પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૧૭
મુંબઈ, તા. ૨૪-૧-૧૯૭૦
મુંબઈમાં યોગીજી મહારાજની સ્નાનાદિક અંગત સેવાનો લાભ લેવા, ઘણા યુવકો-સંતો આવતા. સ્વામીશ્રી સૌને વારાફરતી ઉપવાસ આપતા. કોઈને ઉપવાસ આપેલો હોય તો એની સામું જોઈને કહે,'ટુ ડે ફાસ્ટ.' અને કોઈને બીજે દિવસે ઉપવાસ કરવાનું કહેલું હોય તો એકદમ હાથનું લટકું કરી કહે,'ટુમોરો ફાસ્ટ.' સ્વામીશ્રી એવા તો ઉત્સાહથી આવું અંગ્રેજી બોલતા કે સંતો-યુવકોને એ મૂર્તિ હૃદયમાં વસી જતી. ઉપવાસ કરવામાં આનંદ આવતો.
સ્નાન કરાવતી વખતે યુવકોને 'કામક્રોધાદિક દોષો ટળે' એવા આશીર્વાદ આપતા અને જળ મુકાવતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-31:
The Five Eternal Entities
“… In this way, Purushottam, Purush, ishwar, jiva and mãyã are the five eternal entities…”
[Gadhadã II-31]