પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૧૬
મુંબઈ, તા. ૨૩-૧-૧૯૭૦
આજે સવારે યોગીજી મહારાજ પૂજા કરી રહ્યા હતા. પૂનમ હતી એટલે અમદાવાદના ખુશાલભાઈ ફળફૂલ આદિ ટોપલા ભરી લાવ્યા હતા, તે સ્વામીશ્રીને બતાવતા હતા, ગિરદી ઘણી હતી. તેથી બીજા આ જોઈ અકળાતા હતા. સ્વામીશ્રી કહે,'એમને બતાવવા દ્યો, આપણે જોઈએ તો એમને પ્રેમ થાય' એ પણ મૂંઝાયા તો ખરા. એમને સ્વામીશ્રીનું પૂજન કરી આરતી કરવી હતી.
'આરતી કરો,' એમ સ્વામીશ્રીએ જ કહ્યું અને ખુશાલભાઈ પૂનમિયાનો સંકલ્પ પૂરો કર્યો. તેઓ દર પૂનમે અચૂક હિન્દુસ્તાનમાં સ્વામીશ્રી બિરાજતા હોય ત્યાં પહોંચી જતા ને દર્શન-સેવાનો લાભ લેતા. મૂળ ડાકોરની પૂનમો ભરતા, પણ ડાકોરાધીશ રણછોડરાયની પ્રેરણા મળતાં સ્વામીશ્રી સમક્ષ પૂનમો ભરવા માંડ્યા અને સ્વામીશ્રીમાં શ્રદ્ધાપૂર્વક હેત થઈ ગયું.
આજે સ્વપ્નદર્શનની વાત કરતાં કહે,'સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજ ધર્મશાળાનું કામ કરાવતા હતા એવાં દર્શન થયાં. પછી મેં કહ્યું,'મને સેવા આપો ?' પછી કોદાળી લઈને પાયા ખોદવાની સેવા કરવા લાગ્યો...'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Amdãvãd-3:
Attaing the state of Upashna
Thereupon Nityãnand Swãmi commented, “The method You have described for attaining the state of upsham, i.e., meditating upon God after ãtmã-realisation, is very difficult. Please tell us if there is another, easier method apart from that.”
Shriji Mahãrãj said, “A devotee of God who, firstly, deeply understands the greatness of God; and secondly, does darshan of God and serves Him and His Bhakta with extremely intense shraddhã, attains that upsham state.
[Amdãvãd-3]