પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 27-7-2017, ટોરન્ટો (નાયગ્રા ફૉલ્સ સિટી)
સાંજે પ્રમુખસ્વામી મહારાજનાં અસ્થિ પધરાવવાં નાયગ્રા ફૉલ્સ જવા સ્વામીશ્રીએ મંદિરેથી વિદાય લીધી. ગુણસાગરદાસ સ્વામીએ કહ્યું : ‘પહેલાં 80 ટકા વરસાદની આગાહી હતી, હવે આપને વિનંતી છે કે આ થન્ડરસ્ટોર્મ (વાવાઝોડા સાથેનો વરસાદ) બીજે મોકલી દો.’
સ્વામીશ્રી કહે : ‘બીજે નહીં ઉપર જ જતું રહ્યું છે. બીજે જાય તો બીજે તોફાન કરે. આ થન્ડરસ્ટોર્મ આવવાનું હતું, પણ હવે એ માર્યું ફર્યું.’
શ્રુતિપ્રિયદાસ સ્વામી કહે : ‘અત્યારે ત્યાં વરસાદની આગાહી શૂન્ય ટકા થઈ ગઈ છે.’
થોડો સમય સ્વામીશ્રીએ વાંચન કર્યું. પાછી વળી વરસાદની વાત નીકળી, કારણ કે રસ્તા પર સખત વરસાદ ચાલુ હતો.
સંતોએ પૂછ્યું : ‘સ્વામી ! નાયગ્રામાં આપણા ઉત્સવ વખતે જ વરસાદ પડશે તો ?!’
સ્વામીશ્રીએ કહ્યું : ‘નહીં પડે.’
જે સહજતાથી આપણે પંખાની સ્વિચ બંધ કરવાની જવાબદારી લઈએ એટલી સહજતાથી સ્વામીશ્રી બોલી ઊઠ્યા.
થોડી વાર પછી ફરી પાછી વરસાદની વાત નીકળી. આ વખતે સ્વામીશ્રીએ સામેથી જિજ્ઞાસા કરી કે ‘આખે રસ્તે વરસાદ છે તો ત્યાં નથી ?’ સેવક સંતોએ તરત જ ફોન જોડ્યો. સ્વામીશ્રી વચ્ચે અનુમાન કરવા માંડ્યા કે ‘અહીં રસ્તામાં આટલો વરસાદ છે તો ત્યાં હોવો જોઈએ.’ પણ ખરેખર સ્વામીશ્રીના આશીર્વાદ પ્રમાણે ત્યાં તો વરસાદ નહોતો.
સ્વામીશ્રી કહે : ‘આપણું પતી જાય પછી જેવું થવું હોય એવું થાય.’ વળી, એમ પણ બોલી ગયા કે ‘આપણે નીકળીશું પછી ખાબકશે.’
થોડો સમય પસાર થયો અને ત્યાંથી ફોન આવ્યો કે ‘હવે આખું આકાશ કાળું થવા માંડ્યું છે. વરસાદી વાતાવરણ સર્જાઈ ગયું છે અને વરસાદ પડવાની પૂરી શક્યતા છે.’ આ વખતે સ્વામીશ્રીએ ભાર દઈને કહ્યું કે ‘નહીં જ પડે.’
6-45 વાગ્યે સ્વામીશ્રી નાયગ્રા ધોધ પાસેના બુર્ચ્સ મિલ લૅન્ડમાર્ક પાર્કમાં પધારી ગયા. સ્વામીશ્રીના આશીર્વાદ બાદ સંતોએ વેદોક્તવિધિથી અસ્થિકુંભનું પૂજન કરાવ્યું. આ સમગ્ર વિધિ દરમ્યાન જોઈ શકાતું હતું કે વાતાવરણ એકદમ વરસાદી બની ગયું હતું. વરસાદ જાણે હમણાં પડશે, હમણાં પડશે ને નાયગ્રા નદીના પ્રવાહ જેવો પ્રવાહ આ જમીન પર પણ વહેવા લાગશે એવું લાગતું હતું, પણ આ બધું જ અટકી રહ્યું હતું, ફક્ત વચ્ચે વચ્ચે થોડા થોડા છાંટા પડતા રહેતા હતા. બીક તો હતી જ પણ સાથે વિશ્વાસ પણ હતો કે સ્વામીશ્રીનાં વચન મિથ્યા નહીં થાય.
સ્વામીશ્રીએ વિદાય થવા જેવો ગાડીમાં પગ મૂક્યો ને આ બાજુ વરસાદ ચાલુ થયો. શ્રુતિપ્રિયદાસ સ્વામી કહે : ‘સ્વામી ! આપે કહ્યું હતું કે આપણે નીકળીશું પછી ખાબકશે. બરાબર એવું જ થયું.’
સ્વામીશ્રી કહે : ‘હું માળા કરતો હતો કે વરસાદ ન પડે.’
Vachanamrut Gems
Vartãl-12:
Faith in God coupled with Knowledge of His greatness is Spiritual Progress
“… Then, as a person develops faith coupled with the knowledge of God’s greatness, his jivãtmã progresses and becomes like the full moon of Punam. Thereafter, his indriyas and antahkaran are no longer capable of dislodging him from his faith. Regardless of the type of action God performs, he does not perceive any fault in God. In addition, one who has faith in God coupled with the knowledge of His greatness becomes a fearless devotee.”
[Vartãl-12]