પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-7-2017, ટોરન્ટો
આજે સ્વામીશ્રી પૂજા પૂર્ણ કરીને દવા અંગીકાર કરી રહ્યા હતા ત્યારે ગુણસાગરદાસ સ્વામીએ વાત કરી :
“ગઈકાલે આપે વૉકિંગ કરતાં જગદીશભાઈને આશીર્વાદ આપ્યા હતા અને તે ધામમાં ગયા છે, પણ જે આખો ઘટનાક્રમ થયો તે જાણવા જેવો છે.
જગદીશભાઈ બપોરે અઢી વાગે તેમનાં પત્ની સાથે સોફામાં બેઠા હતા. થોડી વારમાં તે બોલવા લાગ્યા : ‘મહંત સ્વામી મહારાજ આવ્યા છે અને હું જાઉં છું.’
તેમનાં પત્નીએ ચોંકતાં પૂછ્યું : ‘આવું કેમ બોલો છો ? બેસો, હું પાણી લાવું.’ અને તે પાણી લઈને આવ્યાં ત્યાં સુધીમાં તો જગદીશભાઈ ભાન ગુમાવી ચૂક્યા હતા.
તરત જ તેમને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા. આપે વૉકિંગ કરતાં 6-00 વાગે તેમને આશીર્વાદ આપ્યા અને 6-20 વાગે તો આપ તેમને તેડી ગયા.’
સ્વામીશ્રી કહે : ‘મહારાજ-સ્વામી ગમે તે રૂપે આવે.’
મહારાજે આપેલું બિરુદ ‘મારા જનને અંતકાળે જરૂર મારે આવવું...’ તે તેઓ આજે પણ સ્વામીશ્રી દ્વારા નિભાવી રહ્યા છે.
Vachanamrut Gems
Jetalpur-4:
The Glory of Sadhus
“All of you, however, are the best type of devotees. In fact, sãdhus such as yourselves who observe niyams are of a totally different category. For that reason, whoever feeds you sincerely will earn the merits of performing millions of sacrifices and will ultimately attain liberation. Whoever touches your feet will be freed of their sins committed in millions of past lives. Anyone who kindly offers you clothes will also attain ultimate liberation. Whichever rivers and lakes into which you dip your feet become like places of pilgrimage, and any tree that you have sat under or eaten fruits of will also definitely benefit. If someone devoutly does your darshan, or if someone devoutly bows before you, then all of his sins are destroyed. Moreover, whomever you talk to about God and whomever you inspire to observe the niyams related to dharma will attain liberation. In fact, all of the actions of sãdhus like yourselves who observe niyams are redemptive. This is because you have the firm refuge of the manifest form of Shri Narnãrãyan Rishi. That Shri Narnãrãyan Rishi is always present in your assembly. This is the answer to those two points.”
[Jetalpur-4]