પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-7-2017, શિકાગો
સભામાં આગળના કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી હતી. એમાં પુછાયેલા પ્રશ્નો અને સ્વામીશ્રીએ આપેલા ઉત્તરો નીચે પ્રમાણે છે :
પ્રશ્ન પુછાયો : ‘આપને ક્યારેય મૂંઝવણ થઈ છે ?’
સ્વામીશ્રી કહે : ‘હા, થતી.’
‘ક્યારે ?’
‘કોઈ ગડબડ થાય અને એકબીજાને સમજે નહીં ત્યારે.’
‘આપના પોતાના એવા કોઈ પ્રશ્નો હતા ? જેને લીધે મૂંઝવણ થતી.’
‘ના.’
‘એવું કેવી રીતે થયું ?’
‘ભગવાનની કૃપાથી.’ સ્વામીશ્રીએ કહ્યું.
બીજો પ્રશ્ન પુછાયો : ‘ભગવાન આપનામાં સાંગોપાંગ બિરાજે છે એ પ્રતીતિ અમને કેવી રીતે થાય ?’
સ્વામીશ્રી કહે : ‘મોટાપુરુષના વચન પ્રમાણે.’
આગળ પુછાયું : ‘અમારે કેવી રીતે સમજવું કે આપ અને સ્વામીબાપા એક જ છો ?’
સ્વામીશ્રી કહે : ‘બાપાએ લખ્યું છે પત્રમાં.’
આખોય સભામંડપ તાળીઓના ગડગડાટથી ભરાઈ ગયો.
યોગીબાપાએ દીક્ષા આપ્યા પછી કરેલી કસોટીઓના સંદર્ભમાં નારાયણમુનિદાસ સ્વામીએ પૂછ્યું : ‘આપ તો યોગીબાપા સાથે હેતથી જોડાયેલા અને તે જ આવી કસોટી કરે તો તે વખતે આપ કયો વિચાર રાખતા !’
‘એ ધણી છે. તે જે કરે તે.’ સ્વામીશ્રીએ કહ્યું.
‘એવી દૃઢતા આપને કેવી રીતે થઈ ?’
‘વિશ્વાસ. પહેલાં તેમણે હેત કર્યું હતું, એટલે રહે કે આ તો બનાવટ છે.’
‘તો એવી દૃઢતા બધાને કેવી રીતે રહે ?’
‘વિશ્વાસ. સત્પુરુષ સામેથી હેત કરે છે એટલે આપણે કરીએ છીએ. એ ન કરે તો આપણી તાકાત નથી.’ સ્વામીશ્રીએ કહ્યું.
છેલ્લે કાર્યકરોએ સ્વામીશ્રીને પ્રાર્થના કરી કે આજે અમે પ્રાપ્તિ વિષે જાણ્યું. હવે આવતીકાલે આ પ્રાપ્તિની પ્રતીતિ અને તેમાં પ્રીતિ કરવાનું શીખવાના છીએ. તો અમને કરાવશો ને ?
સ્વામીશ્રીએ અંતર્દૃષ્ટિમાં ડુબાડી દે તેવો જવાબ આપ્યો : ‘શ્રીજીમહારાજને જ ગરજ છે. તે કરાવશે.’
છેલ્લે નારાયણમુનિદાસ સ્વામીએ પૂછી લીધું : ‘આપનો એવો મહિમા અને પ્રતીતિ થાય તે માટે શું કરવું જોઈએ ?’
‘સહેલામાં સહેલું દૃઢ પ્રીતિ. બીજું બધું ડહાપણ મૂકી દેવું.’ સ્વામીશ્રીએ કહ્યું.
Vachanamrut Gems
Gadhadã II-33:
It Hurts Me Deeply
“When an assembly has gathered, if a man or woman looks lustfully at someone else, then no matter how hard they may try to conceal it, it never escapes My attention. At that time, I become extremely displeased upon that person, and even My face turns red. It hurts Me deeply, but feeling obliged, I cannot say much. Furthermore, being a sãdhu, I keep My feelings within My heart, but if I were to adopt the ways of a king, I would punish that person severely.”
[Gadhadã II-33]