પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૧૩
ગોંડલ, તા. ૧૩-૧-૧૯૭૦
હરિભક્તોની અવરજવર ખૂબ વધી ગઈ હતી. આખા દેશમાંથી હરિભક્તો યોગીજી મહારાજનાં દર્શને ઘેલા થઈને દોડી આવતા હતા. હરિભક્તોની સેવામાં સ્વામીશ્રી સંતોને ખડે પગે રાખતા અને કહેતા,'હરિભક્તો ઘણા આવ્યા. બધાને તૃપ્ત કર્યા - જમાડ્યા તેથી મારી તબિયત સારી થઈ ગઈ. હરિભક્તોની સેવા સંતો કરે તે મારી તબિયત સારી થઈ જાય.' જેના હૃદયમાં ભગવાનની અતૂટ ભક્તિ હોય એ જ ભગવાનના ભક્તનો આવો મહિમા સમજે ને સમજાવે. ભક્તિ ને મહિમા વગર આવો ભાવ દુર્લભ છે.
બપોરની કથામાં સૌને આશીર્વાદ આપતાં અક્ષરદેરીનો મહિમા બહુ કહ્યો :'અહીં તીર્થમાત્ર આવી ગયા. અક્ષરદેરીમાં અડસઠ તીર્થ આવી ગયા. ગોંડલીમાં ગંગા નદી આવી ગઈ. અહીંથી કોઈ રસ્તા ઉપરથી નીકળે ને ગુણ લેશે, મંદિર જોેશે ને ગુરુકુળ જોશે, તેનો સત્સંગમાં જન્મ થશે ને મંદિરમાં દર્શન કરશે ને પગથિયાંનાં દર્શન કરશે તેનો પણ મોક્ષ થશે...'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-28:
Two Ways to Fall from Bhakti
“There are two ways in which a person falls from the bhakti of God: One is by listening to shushka-Vedãnta scriptures, whereby he may consider the form of Shri Krishna Bhagwãn and other forms of God to be false – just as he considers all other forms to be false. Such a shushka-Vedãnti should be considered to be extremely ignorant. The other way of falling is by believing, ‘If I worship God, then I will enjoy women, food, drink and other pleasures of the panchvishays in Golok and Vaikunth.’ Then, due to the desires of those pleasures, he forgets even God…”
[Gadhadã III-28]