પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૧૨
ગોંડલ, તા. ૧૧-૧-૧૯૭૦
ગોંડલમાં રહેતા ખૂબ જાણીતા વૈદ્યરાજ ચરણતીર્થ મહારાજને ત્યાં યોગીજી મહારાજ ઠાકોરજી જમાડવા પધાર્યા. એમણે સ્વામીશ્રીને કેટલીક દવાઓ પણ આપી.
અહીંથી નીકળતી વખતે સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજ-ઠાકોરજી પોતાની સાથે જ મોટરમાં લેવરાવ્યા અને મંદિર આવતાં સુધીમાં હરિકૃષ્ણ મહારાજના મહિમાની વાતો કરી :
'મેં આ મૂર્તિની બહુ સેવા કરી છે. આ મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ પૂજેલી અને પછી માધવપ્રિયદાસ સ્વામી પાસે હતી. પછી અમારા ગુરુ કૃષ્ણચરણદાસ સ્વામી પાસે આવી પછી એમણે મને આપી. એમનો મારા ઉપર બહુ રાજીપો હતો. હું એમની બહુ સેવા કરું. તે મને નીકળતી વખતે (જૂનાગઢથી) રાજી થઈને રજા આપી ને બાળમુકુંદ સ્વામીની સેવા કરવા કહેલું...'(આ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની સેવા હાલ પ્રમુખસ્વામી મહારાજ કરે છે.)
સ્વામીશ્રી એટલા બધા તો પ્રસન્ન હતા કે માંદગી છે એવું જણાય જ નહિ. દશ વર્ષ પહેલાં જે સ્ફૂર્તિ હતી તેવી તંદુરસ્તી લાગતી હતી. ખોળામાં ઓશીકું રાખી, અઢેલ્યા વગર મોટરમાં ટટ્ટાર બેઠા હતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-46:
Falling from Ekantik Dharma is True Death
“For such ekãntik bhaktas, leaving the body is not considered to be death; rather, for them, falling from that ekãntik dharma is true death. This occurs when an aversion arises in one’s heart towards God or His Sant. It is then that that devotee should be known to have fallen from the dharma of ekãntik bhaktas…”
[Gadhadã II-46]