પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-7-2017, ટોરન્ટો
સ્વામીશ્રીના વૉકિંગ દરમ્યાન યોગીવાણી ગ્રંથમાંથી યોગીજી મહારાજને પૂછાયેલા પ્રશ્નોનું વાંચન શરૂ થયું. સ્વામીશ્રીએ સાથે સાથે એના પર નિરૂપણ પણ શરૂ કર્યું.
પ્રશ્ન : ‘સુહૃદપણું કઈ રીતે રાખવું ?’
યોગીબાપા કહે છે : ‘મંદિરનું પગથિયું ચડ્યો તે આપણા માથાનો મુગટ છે, એમ સમજવું. ગુણાતીત બાગના કાંટાનોય અવગુણ લેવો નહીં.’
સ્વામીશ્રી કહે : ‘સિક્સર... મંદિરનું પગથિયું ચઢે એટલે કે પહેલી વાર આવે છે. કાંઈ ખબર નથી. તોય માથાનો મુગટ. કેટલી મોટી વાત છે ! અને કાંટો એટલે નડતો હોય તોપણ માથાનો મુગટ.’
પ્રશ્ન : ‘કેવળ અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન થવાથી કલ્યાણ થાય ?’
યોગીબાપા કહે : ‘ના, ગુણાતીત સત્પુરુષનું સેવન કરવું પડે. એમની કૃપાથી બ્રાહ્મીસ્થિતિ પમાય છે. પછી શ્રીજીમહારાજ વરણીય થાય છે.’
સ્વામીશ્રી કહે : ‘ડૉક્ટર એકદમ તૈયાર હોય પણ સર્ટિફિકેટ મળ્યા વગર પ્રૅક્ટિસ ન કરી શકે. તેમ અક્ષર જેવો જ હોય પણ સત્પુરુષનો સ્ટેમ્પ જોઈએ.’
પ્રશ્ન : ‘સત્સંગ એટલે શું ?’
યોગીબાપાએ કહ્યું : ‘તેના ઘણા અર્થ છે, પણ રહસ્ય અને ખરો મર્મ એ છે કે ભગવાન અને તેના ભક્તોમાં દિવ્યભાવ રહે. કોઈનો અવગુણ આવે જ નહીં તે મુદ્દો.’
સ્વામીશ્રી કહે : ‘સત્સંગ આખી દુનિયા કરે છે, પણ અહીં ભગવાન અને તેના ભક્તોમાં દિવ્યભાવ બતાવ્યો. ભગવાન ભેળા સંત પણ આવી ગયા. કોઈના પાંચ અવગુણ હોય અને દસ ગુણ હોય તો બાદબાકી નહીં કરવાની. સંબંધનો મહિમા જોવાનો. ભગવાનના સંબંધે બ્રહ્મરૂપ થાય છે. કરંટ લાગે (અહીં સ્વીચ પાડે) ને આખી ફેક્ટરી ચાલુ થઈ જાય તેમ.’
પ્રશ્ન : ‘આપની મરજી શું છે ?’
યોગીબાપા કહે : “સંપ, સુહૃદભાવ, નિર્દોષબુદ્ધિ, એકતાપણું, કોઈનો અવગુણ ન લેવો, કોઈનું વાંકું ન બોલવું. આપણો પોતાની જાતનો અવગુણ લેવો. ‘હું સૂઈ જાઉં છું, હું આળસુ છું,’ એ પ્રમાણે.”
સ્વામીશ્રી કહે : “આ તો બીજાનું જ જુએ કે આ આળસુ છે. આ આમ છે. પોતે ત્રીસ વાર ખાડે જવું પડે તો બોલે કે ‘પાણીમાં કાંઈક આવી ગયું હશે !’ અને બીજો બે વાર જાય તોયે બોલે ‘ખા ખા કરે છે.’ કદાચ બોલે નહીં પણ મનમાં થાય.”
Vachanamrut Gems
Gadhadã II-63:
Miseries Expelled by the Darshan of God and His Sant
“Countless types of mental and physical suffering arise during the final moments of a person’s life. But when one has the darshan of God and His Sant, all those miseries are expelled. Such is the greatness of God and His Bhakta. In actual fact, the Bhakta of God is indeed nothing but a form of Brahma. That is why one should never perceive human traits in him.”
[Gadhadã II-63]