પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૦૯
ગોંડલ, તા. ૩૦-૧૨-૧૯૬૯
આજે સાંજે બ્રિગેડિયર ડડવાલ-ગુજરાત N.C.C. ડાયરેક્ટર યોગીજી મહારાજના દર્શને આવેલા. સાથે કર્નલ સાહેબ હતા.(તેઓ ઘણીવાર આવતા) સ્વામીશ્રીએ એમને નામઠામ પૂછ્યાં અને હેતથી આશીર્વાદ આપ્યા.
'મને ભગવાનનાં દર્શન કરવા છે, તે થશે કે નહિ ?' સ્વામીશ્રીનાં દર્શનથી પ્રેરણા મળતાં, બ્રિગેડિયરે પહેલો જ પ્રશ્ન આ પૂછ્યો.
'થશે,' સ્વામીશ્રીએ કહ્યું.
'ક્યારે થશે ?'
'તમારી ઇચ્છા ક્યારે છે ? તમારી ભાવના હશે તો જરૂર થશે.'
'સ્વપ્નામાં કરવા છે કે જાગ્રતમાં ?' સ્વામીશ્રીએ વળતો પ્રશ્ન કર્યો.
'જાગ્રતમાં.'
'સ્વામીશ્રીએ એમને આશીર્વાદ આપ્યા અને જમાડી, પ્રસાદી આપી રજા આપી.
સ્વામીશ્રીના દર્શનથી જ ઘણાં સંસ્કારી અને દૈવી જીવોને અનુભવ થતો કે પોતે ઈશ્વરની ઘણી જ નજીક આવેલ છે, પણ આ સંતમાં જ ઈશ્વર છે - આ સંતસ્વરૂપે જ ઈશ્વર છે એવી પ્રતીતિ પૂર્વ સંસ્કાર વગર, સમાગમ વગર, ગુરુકૃપા વગર ક્યાંથી થાય ?
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-16:
Eradicating Egotism
Thereupon, Muktãnand Swãmi asked, "Mahãrãj, how can egotism be eradicated?"
Shriji Mahãrãj explained, "He who thoroughly realises the greatness of God cannot be egotistical…"
[Loyã-16]