પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૦૮
ગોંડલ, તા. ૨૪-૧૨-૧૯૬૯
આજે અમદાવાદથી શેઠ પ્રભુભાઈ, ડૉ. જિતુભાઈ તથા ભાસ્કરભાઈ (અમદાવાદ બાર ઍસોસિયેશનના ચૅરમૅન), ત્રણે મિત્રો યોગીજી મહારાજનાં દર્શને આવેલા. સ્વામીશ્રીની સાધુતાથી તેઓ એટલા બધા પ્રભાવિત હતા કે સ્વામીશ્રીનાં દર્શન અને આશીર્વાદનો લાભ લેવા અવારનવાર તેઓ આવી જતા. સાંજે તેઓ મોટરમાં જ પાછા ફરવાના હતા.
'તમે રોકાઈ જાવ, તો મારું અંતર ઠરે.' એવા તો ભાવથી સ્વામીશ્રીએ આગ્રહ કર્યો કે આ મહાનુભાવોનો ઠરાવ, એ વાત્સલ્યભર્યા શબ્દોથી ઢીલો પડી ગયો. અણુશક્તિથી પણ અનેક ઘણી પ્રચંડ શક્તિ સ્વામીશ્રીની અમૃતવાણીમાં હતી જે મનના મનસૂબાઓનો ભુક્કો બોલાવી શકતી, એથી વધુ - મલિન વાસનાઓનો પણ વિનાશ કરી શકતી.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-60:
I Feel a Devotee's Distress in My Heart
“Having said this though, if a devotee of God encounters some sort of distressing hardship, it is not as if I do not realise it; I very much do feel it in My heart…”
[Gadhadã II-60]