પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૦૬
ગોંડલ, તા. ૨૩-૧૨-૧૯૬૯
આજે વહેલી સવારે હું સૂતો હતો ને કોઈએ મારા જમણા ખભાની નીચે બાજુ ઉપર હળવા હાથેથી બે-ત્રણ વાર ટપલી મારી. હું એકદમ જાગી ગયો. જોઉં તો ત્યાં કોઈ નહિ. ચાર વાગી ગયા હતા. પછી ચારના ડંકા પડ્યા. ઘડિયાળમાં એલાર્મ પણ સંભળાયું. આજે કોઈ ઊઠ્યું ન હતું. પછી બધાને ઊઠાડ્યા.
ચાર પિસ્તાળીસ વાગે રોજ હું યોગીજી મહારાજને જગાડવા જાઉં અને ઘણીવાર સ્વામીશ્રીના ખભા ઉપર ધીરેથી હાથથી સ્પર્શ કરી 'બાપા !' એમ ધીમો સાદ પાડું. બરાબર એ જ પ્રમાણે આજે સ્વામીશ્રી મને ઉઠાડવા આવ્યા એવો અનુભવ થયો. કદાચ મને એમ ન થઈ જાય કે સ્વામીશ્રીને હું ઉઠાડું છું. પણ 'તને ચાર વાગે ઉઠાડનાર હું છું.' એવો પ્રત્યક્ષ અનુભવ સ્વામીશ્રીએ કરાવ્યો. જાગ્રતમાંથી સુષુપ્તિમાં અને સુષુપ્તિમાંથી જાગ્રતમાં લઈ જનાર પણ ભગવાન અને સંત છે, એ સાંભળ્યું હતું પણ આજે જાણ્યું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-33:
One Whose Bhakti Cannot be Trusted
“If a devotee of God is vulnerable to women, wealth, swabhãvs and the belief that one is the body, then even if he is engaged in the bhakti of God, his bhakti cannot be trusted; he will surely encounter hindrances in it. Why? Because if at some time he happens to come across women or wealth, then there will be no stability in his bhakti, and he will become engrossed in them. Also, if a person believes his self to be the body, then when he suffers due to some illness, or if he is unable to obtain food and clothing, or if a command to observe a difficult religious vow is given, then again, his bhakti will be disturbed. In fact, he will become frustrated and will not be able to think; he will begin to behave immorally. Also, if he has a certain swabhãv, and if the Sant reprimands him instead of allowing him to behave according to his swabhãv, i.e., makes him behave contrary to it, then also he will become disturbed. Then, if he cannot remain in the company of the Sant, how will he be able to maintain bhakti? Therefore, he who wishes to develop resolute bhakti should not be vulnerable in these four aspects. If there is a flaw in these four, it should be slowly eradicated with understanding. Only then can one perform unflinching bhakti of Vãsudev Bhagwãn. What I have just said is absolutely true; there is no doubt in it whatsoever.”
[Gadhadã III-33]