પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 20-7-2017, ટોરન્ટો
‘આપને સૌને બે પ્રશ્ન પૂછવાના છે...’ આ શબ્દો સાથે પૂજા બાદ પોતાના પ્રિયગ્રંથ ‘પુરુષોત્તમ બોલ્યા પ્રીતે’ના વચનના આધારે સ્વામીશ્રીએ નિરૂપણ શરૂ કર્યું. આગળ પ્રશ્ન સુધી પહોંચતાં બોલ્યા : ‘ભલે ભગવાન અને સંતની અપાર કૃપા થઈ હોય, પણ હરિભક્તનો અવગુણ હોય તો તે ધામમાં જઈ શકતો નથી.’
પ્રશ્ન : ‘તમે છાતી પર હાથ મૂકીને કહી શકો કે ભગવાનની અપાર કૃપા થઈ છે ? શ્રીજીમહારાજ કહે છે - ‘ભગવાન મળ્યા છે, અપાર કૃપા થઈ છે, પણ હરિભક્તનો અવગુણ હોય તો તે ધામમાં જઈ શકતો નથી. દા.ત. લાલો પાળો.’
હવે બીજો પ્રશ્ન : ‘ભલે અમારી સેવા ન કરતો હોય, પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ.’ ભગવાન ને સંતના ગુણ ગાય, હરિભક્તના ગુણ ગાય તો તે દૂર હોય, દેશ-પરદેશમાં હોય તોપણ ધામમાં જ છે. હવે પ્રશ્ન - ‘આ બેમાં પસંદગી શાની કરશો ?’
બધાએ સમૂહમાં ઊંચે સાદે કહ્યું : ‘ગુણગ્રહણ.’
‘પાક્કું ?’
‘હા.’
ફરી વાર સ્વામીશ્રીએ પૂછ્યું : ‘પાક્કું ?’
બધાએ ‘હા.’ પાડી.
એમ કહીને સ્વામીશ્રીએ આ બે વાતની પુષ્ટિ કરતાં સુંદર આશીર્વાદ વરસાવ્યા.
Vachanamrut Gems
Vartãl-20:
Not Associating with Evil Influences, Regardless of One's High Understanding
“… So, being a renunciant or a householder is of no significance; rather, he whose understanding is greater should be known as being a greater devotee than the rest.
[Vartãl-20]