પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 16-7-2017, શિકાગો
આજે સ્વામીશ્રી પૂજાસ્થાન તરફ આગળ વધતા હતા, ત્યાં સંતોએ એક હરિભક્તનો પરિચય આપ્યો : ‘આ સુલભ પટેલ છે.’
સ્વામીશ્રીએ તેમને જોઈને પૂછ્યું : ‘તમે નડિયાદના ?’
‘ના સ્વામી ! હ્યુસ્ટનનો.’
‘પહેલાં ક્યાં રહેતા હતા ?’ સ્વામીશ્રી ઊંડા ઊતર્યા.
સુલભભાઈએ કહ્યું : ‘હા, સ્વામી ! 1994 થી 1998 સુધી નડિયાદ સંસ્થાની છાત્રાલયમાં રહેતો હતો.’
સૌ અચંબામાં પડી ગયા.
20 વર્ષ પહેલાંની વાત. સ્વામીશ્રી સુલભભાઈને ક્યારે મળ્યા હશે ? કેટલી વાર મળ્યા હશે ? અને વળી, ’94 થી ’98 દરમ્યાન નડિયાદ છાત્રાલયમાંથી કેટલા વિદ્યાર્થીઓ પસાર થઈ ગયા હશે !? કોણ ક્યાં મળ્યું, ક્યાં રહેતું હતું તે યાદ રહે ? પહેલી ક્ષણોમાં તો સુલભભાઈ પોતે પણ ભૂલી ગયા હતા, પણ સ્વામીશ્રીને યાદ હતું. ખરેખર, સ્વામીશ્રીની સ્મૃતિશક્તિનો કોઈ જવાબ નથી.
Vachanamrut Gems
Gadhadã III-15:
One's Inclination of Bhakti
“… Whichever of the nine types of bhakti relieves the pain of these ‘wounds’ caused by the vishays and makes one oblivious of the vishays themselves, should be thought of as the application of a bandage to the ‘wounds’. Also, that particular type of bhakti should be known to be one's inclination in worshipping God. “Then, abiding by that particular inclination, one should engage in mãnsi pujã or the mental chanting of God’s name. In fact, whatever one may do, one should do so within one's own particular inclination. One will benefit tremendously as a result of this.”
[Gadhadã III-15]