પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 7-7-2017, એટલાન્ટા
આજે સ્વામીશ્રી નિજકક્ષમાં ભોજન લેવા વિરાજ્યા ત્યારે સ્થાનિક સંતોને નિજહસ્તે પ્રસાદ આપ્યો. બગડેલા હાથ લૂછવા ગુણવત્સલદાસ સ્વામી ભીનું ટિસ્યૂ આપવા ગયા. સ્વામીશ્રીએ ના પાડી... પછી જાતે જ કારણ જણાવતાં કહે : ‘પછી દર વખતે તમે મને ટિસ્યૂ જ આપો, અને પછી બીજા જે જુએ તે બધા પણ ટિસ્યૂ જ આપે.’
કેટલી સૂક્ષ્મ કરકસર ! કેટલો ઊંડો વિચાર !! સત્પુરુષ કેવળ શાસ્ત્રો કથિત આધ્યાત્મિક ગુણોના જ વાહક નથી પણ તેઓ તો પૃથ્વી ઉપર પ્રસિદ્ધ પ્રત્યેક ગુણોના ધારક છે.
Vachanamrut Gems
Gadhadã II-60:
Settle differences Like a Line Drawn in Water
“Therefore, one should be absolutely loyal to a devotee of God – just as one is loyal to one’s relatives and one’s mother and father. If ever some sort of difficulty does happen to arise with a devotee of God, only one who does not develop a grudge, but settles the difference and reunites with that devotee – like a line drawn in water – can be called a true a devotee of God.”
[Gadhadã II-60]