પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 7-7-2017, એટલાન્ટા
સ્વામીશ્રી જ્યારે પૂજારીના ભંડકિયામાંથી બહાર પધારતા હતા ત્યાં સેવામાં જોડાયેલા યુવકોએ સ્વામીશ્રીને હૃદયનું ચિત્ર બતાવતાં પૂછ્યું : ‘આપે આપના હૃદયમાં અમારા માટે જગ્યા રાખી છે, પણ અમારા હૃદયમાં આપની જગ્યા રહે તે માટે શું કરવું ?’
સ્વામીશ્રીએ કહ્યું : ‘આજ્ઞા.’
સંતઆશ્રમમાં પ્રવેશતા હતા, ત્યાં ઊભેલા યુવકે બંને હાથથી ‘આપની સાથે એકદમ દૃઢ જોડાણ - હેત થાય’ તેવી મુદ્રા કરી. સ્વામીશ્રી કહે : ‘આજ્ઞા.’ અર્થાત્ સ્વામીશ્રી સાથે દૃઢ પ્રીતિ કરવાનો ઉપાય આજ્ઞાપાલન છે.
Vachanamrut Gems
Vartãl-15:
The only Cause of becoming godly or demonic
“… Thus, whomever the wrath of the great Purush falls upon, that jiva becomes demonic; and whomever the great Purush is pleased upon, that jiva becomes godly. There is no other reason for becoming godly or demonic. Thus, one who desires to attain liberation should by no means malign God or God’s Bhakta; rather, he should do only whatever pleases God and God’s Bhakta.”
[Vartãl-15]