પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-7-2017, શિકાગો
આજે આણંદના શ્રી રજનીભાઈ પટેલ સ્વામીશ્રીની મુલાકાતે આવ્યા. તેમને જોઈને સ્વામીશ્રીએ પૂછ્યું : ‘બીજી દુકાન કરી ?’
આજુબાજુ ઊભેલા સૌને આશ્ચર્ય થયું કે સ્વામીશ્રીએ શું પૂછ્યું કંઈ ખબર ન પડી. રજનીભાઈને પૂછતાં તેમણે જણાવ્યું :
“1987ની સાલમાં મને નિરીક્ષક બનાવવાની બધાની ઇચ્છા હતી, પણ મેં ના પાડી. તેથી મને મહંત સ્વામી મહારાજ પાસે લઈ ગયા. તેમણે મને પૂછ્યું કે ‘તમે ના કેમ પાડો છો ?’
મેં કહ્યું : ‘ટાઇમ મળે તેવો નથી.’
તો સ્વામીશ્રીએ પૂછ્યું : તમે શું કરો છો ?’
મેં કહ્યું : ‘ઇલેક્ટ્રિકની દુકાન છે.’
તરત જ સ્વામીશ્રી કહે : ‘બીજી દુકાન કરો તો ટાઇમ મળે ?’
‘હા.’
‘તો એમાં કેવી રીતે ટાઇમ મળે ?’
‘એમાં તો પૈસા મળે એટલે ટાઇમ મળે. ટાઇમ કાઢીએ.’
આ સાંભળીને સ્વામીશ્રીએ મને કહ્યું : ‘આ બીજી દુકાન સમજો. પૈસાનો મહિમા છે એમ આમાં એના કરતાં લાખ ગણું ફળ મળશે.’
મારા બધા જ વિકલ્પો શમી ગયા. મેં જવાબદારી સ્વીકારી અને અત્યારે નિર્દેશક તરીકેની સેવાઓ આપી રહ્યો છું.”
Vachanamrut Gems
Gadhadã II-33:
A True Sadhu
“… The enemies of lust, anger, avarice, etc., prevail strongly even in a sãdhu, but to please God, he would still forsake them; for only then can he be called a true sãdhu.”
[Gadhadã II-33]