પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-7-2017, એટલાન્ટા
ચેટનુગાના આશિષભાઈએ પોતાનું ઘર બળી ગયું છતાં દાન કર્યું હતું. આજે દાનની સભામાં આશિષભાઈને યાદ કરી તેમનો પ્રસંગ કહેવાયો.
સ્વામીશ્રી સભામાંથી વિદાય લઈને બહાર પધારી રહ્યા હતા, ત્યારે આશિષભાઈ અને પરિવારને સ્વામીશ્રીની વિશેષ દૃષ્ટિ પડે તે માટે ઊભા રાખ્યા હતા. સ્વામીશ્રીને જેવો પરિચય આપવામાં આવ્યો કે ‘આ આશિષભાઈ...’ સ્વામીશ્રી કલ્પના બહાર, સીધા નીચા નમી તેમને પગે લાગ્યા !!
સૌના મુખમાંથી ‘ઓહ ! સ્વામી !!’ નીકળી ગયું, કારણ કે ગુરુ શિષ્યને પગે લાગ્યા.
સૌને વર્તન દ્વારા ‘કેટલી હદે મહિમા સમજવો’ તે સમજાવી દીધું.
Vachanamrut Gems
Gadhadã II-39:
The Unatonable Sin
“… However, to realise God as being formless is a sin much graver than even the five grave sins. There is no atonement for that sin.”
[Gadhadã II-39]