પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-7-2017, શિકાગો
આજે સ્વામીશ્રીની મુલાકાત-દર્શને દીપકભાઈ અમીન આવ્યા. તેમણે સ્વામીશ્રીને કહ્યું : ‘દહેગામ પ્રતિષ્ઠા વખતે આપ મારા ઘરે રોકાયા હતા.’
સ્વામીશ્રી કહે : ‘એ વખતે ઠંડી બહુ હતી.’
સંતોને આશ્ચર્ય થયું અને દીપકભાઈને પૂછ્યું : ‘આ ક્યારની વાત છે ?’
દીપકભાઈએ જણાવ્યું : ‘’89-’90ની વાત હશે !’
એટલે 27 વર્ષ પહેલાંની વાત થઈ.
સ્વામીશ્રીની સ્મૃતિશક્તિનો પરચો વ્યક્તિનાં નામ, એડ્રેસ, વિશેષતા, વિશેષ ગુણ, વિશેષ પ્રસંગ, તેમની સેવાઓ, તેમની સાથેનાં પાત્ર, સંવાદનાં પાત્રો, આંકડા વગેરે અનેક ક્ષેત્રોમાં દેખાય છે, પરંતુ આ તો વાતાવરણ હતું ! 27 વર્ષ પહેલાં કોઈક એક દિવસે કેવું વાતાવરણ હતું એ પણ યાદ !
Vachanamrut Gems
Gadhadã II-47:
Fraternity Among Devotees
“… In this way, we should foster fraternity among devotees of God by realising each others’ greatness.”
[Gadhadã II-47]