પ્રેરણા પરિમલ
ભક્તો જ તેમનું સર્વસ્વ
લંડનના હરિભક્ત નવીનભાઈ સ્વામિનારાયણના કુટુંબીજનો અને તેમનો નાનો પુત્ર ગોંડલ આવેલા. યોગીજી મહારાજની ઉપસ્થિતીમાં અક્ષરદેરીએ પુત્રના વાળ ઉતારવાની બાધા મૂકાવવા માટે જ સૌ ખાસ લંડનથી અહીં આવેલા. સ્વામીશ્રી તેમનો આવો દાખડો જોઈને બહુ રાજી થયા અને યુવકો પાસે તેમની બહુ સંભાળ રખાવતા. અક્ષરદેરીનો મહિમા સમજીને, સત્પુરુષને રાજી કરવા જે દૂર દૂરથી હરિભક્તો સત્સંગ કરવા ગોંડલ આવતા, તેમના ઉપર સ્વામીશ્રી અત્યંત રાજીપો બતાવતા.
તે બાળકના વાળ ઉતરાવ્યા પછી સ્વામીશ્રીએ તેને અક્ષરદેરીએ પગે લગાડ્યો. સ્વહસ્તે મુંડનમાં કંકુથી સ્વસ્તિક અને ચાંદલા કર્યા. બાબાના કપાળમાં પણ પોતાના જમણા અંગૂઠાથી ચાંદલો કર્યો. તેનું નામ પાડ્યું અને રાજી થકા ખૂબ આશીર્વાદ આપ્યા.
તેઓ રજા લઈને નીકળ્યા. પછી સ્વામીશ્રીને સાંભરી આવ્યું કે તેમને પ્રસાદ આપ્યો છે કે નહિ ? એટલે તપાસ કરાવવા યુવકોને સ્ટેશને મોકલતા હતા. પણ કોઈએ કહ્યું કે પ્રસાદ આપી દીધો છે. ત્યારે પોતે રાજી થયા. આવી રીતે નાના-મોટા હજારો હરિભક્તોની દરેકે દરેક બાબતોની ખબર સ્વામીશ્રી પોતાના ઓરડામાં રહ્યા રહ્યા રાખતા હતા. પોતાના ભક્તોને માટે જ એમનું જીવન છે, ભક્તો જ એમનું સર્વસ્વ છે, એવું સૌને દર્શન થતું હતું. પોતાના આશ્રિતજનો સત્સંગ પરાયણ થાય, ગુણાતીત જ્ઞાન જીવનમાં-વ્યવહારમાં ઉતારે-સિદ્ધ કરે, એવું સ્વામીશ્રીને હમેશાં તાન રહેતું.
Vachanamrut Gems
Sãrangpur -2:
Darshan of God
"… When a devotee does darshan of God, he should do so with an attentive mind and concentrated vision…"
[Sãrangpur -2]