પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-7-2017, શિકાગો
સ્વામીશ્રી હવેલીમાં ચાલી રહેલી ‘રિજિયોનલ મૅનેજમૅન્ટ મીટિંગ’(RMM)ની સભામાં પધાર્યા. સભાના અંતે સ્વામીશ્રીએ બધા જ કાર્યકરોને વ્યક્તિગત ચરણ-સ્પર્શનો લાભ આપ્યો. પછી સ્વામીશ્રી કહે : ‘શરૂઆતના પાંચ-છ હરિભક્તોના માથે હાથ મૂકવાનો બાકી છે, તેમને બોલાવો.’
બધા ભાવાર્દ્ર થઈ ગયા... સ્વામીશ્રી આપણું કેટલું ધ્યાન રાખે છે ! અને આશ્ચર્યની વાત એ હતી કે બરાબર પાંચ-છ જણા જ બાકી હતા. તેમના માથે હાથ મૂકીને સ્વામીશ્રી સૌને હાથ જોડતાં બહાર તરફ પધાર્યા.
જે આપણા માથે હાથ મૂકવાનું પણ ચૂકતા નથી તે આપણને અક્ષરધામમાં લઈ જવાનું કેવી રીતે ચૂકી શકે ?
Vachanamrut Gems
Gadhadã II-31:
The Jiva has Improperly Associated with the Body
“To inspire the jiva, that same God – while transcending mãyã in the form of deep sleep – resides in the jiva as its witness. The jiva, however, has associated with the body, the indriyas and the vishays. As a result of this improper association, the jiva has become one with the body, indriyas, etc. After forsaking their association, the jiva realises, ‘My self is Brahma, which is transcendental and free from mãyã.’…”
[Gadhadã II-31]