પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-7-2017, શિકાગો
આજે સાંજે સ્વામીશ્રીએ વૉકિંગ દરમ્યાન યોગીવાણી ગ્રંથનું શ્રવણ આરંભ્યું. એમાં યોગીજી મહારાજે કરેલી પ્રપંચની વ્યાખ્યા આવી : ‘પ્રપંચ એટલે શું ? આજે મારે ઘરે માંદું છે; આજે મહેમાન આવ્યા છે; આજે નહીં અવાય; ઈ પ્રપંચ કહેવાય.’
સ્વામીશ્રીએ આ વ્યાખ્યાને વધુ સ્પષ્ટ કરતાં કહ્યું કે ‘એ સાચુંય હોય. પણ બાજુમાં મૂકીને આવી શકાય એવું હોય, પણ ન આવે એ પ્રપંચમાં ખપી જાય.’
આગળ આવ્યું કે ‘અનાદિ ગુણાતીતમાં મહારાજ રહેલા જ છે. અત્યારે પણ છે ને ભવિષ્યમાં પણ રહેશે. એનો વંશ જતો નથી. આવી જેને અચળ નિષ્ઠા હોય એવા ભક્તને 11 ઇલકાબ લાગુ પડે છે.’
સ્વામીશ્રી કહે : ‘કેવી નિષ્ઠા ? ગુણાતીત આજેય છે ને ભવિષ્યમાંય છે.’
આવી રીતે સ્વામીશ્રી સારનોય સાર કાઢીને આપી રહ્યા છે.
Vachanamrut Gems
Gadhadã II-35:
The Undoubtable Truth
“… Because regardless of how much a person may have mastered samãdhi, or how thoughtful he may be, if he begins to stay in the close company of women, there is no way in which he could maintain his dharma. Similarly, regardless of how staunch a woman may be in observing dharma, if she stays in the close company of men, then she would also in no way be able to maintain her dharma. Thus, no one should believe that men and women can stay in each other’s company and still be able to maintain their dharma. This fact is true, and no one should doubt it.”
[Gadhadã II-35]