પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-7-2017, શિકાગો
આજે સ્વામીશ્રીનું મૅડિકલ ચૅક-અપ કરવા માટે એક નિષ્ણાત ડૉક્ટર આવ્યા હતા.
સ્વામીશ્રીની તપાસ કરીને તેમણે એક દવાનું સૂચન કરતાં કહ્યું : ‘આ દવા લેવાથી He will be happy (તેઓ સુખી થશે).’
સ્વામીશ્રી કહે : ‘અમે કાયમ રાજી જ હોઈએ છીએ.’
પછી કહે : ‘આ તો પૂછ્યું એટલે કહ્યું. બાકી તો ચાલ્યા જ કરે... કોલકાતાથી દુખાવો ચાલતો હતો.’
સ્વામીશ્રીએ 29મી એપ્રિલના દિવસે કોલકાતા છોડ્યું હતું. એનો અર્થ એ થયો કે તેઓ ઓછામાં ઓછા છેલ્લા 75 દિવસથી દુખાવો સહે છે.
આત્મસ્વરૂપદાસ સ્વામીએ પૂછ્યું : ‘આ દવા ન લે તો ?’
ડૉક્ટર કહે : ‘તો ખૂબ દુખાવો થવાની શક્યતા ખરી.’
સ્વામીશ્રી કહે : ‘આત્મબળથી ચાલે છે.’
ડૉક્ટર કહે : ‘આપ ખૂબ મજબૂત છો. બાકી આવું દર્દ સહન કરવું ખૂબ મુશ્કેલ છે. દર્દ વધતાં મે લોકોને રડતાંય જોયા છે.’
જેવા દર્દમાં લોકો રડી પડે, એવું દર્દ તો સ્વામીશ્રી જણાવવા પણ નથી દેતા, આ છે તેઓની આત્મનિષ્ઠા.
Vachanamrut Gems
Gadhadã II-62:
Perverse Nature of the Jiva
“The nature of the jiva is such that when a person is a householder, he would prefer to renounce worldly life; but once he has renounced, he harbours desires for the pleasures of worldly life once again. Such is the perverse nature of the jiva. Therefore, one who is a staunch devotee of God should worship God after discarding such a perverse nature as well as all of one’s personal likes and dislikes…”
[Gadhadã II-62]