પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 11-7-2017, શિકાગો
સ્વામીશ્રીની રૂમનું તાપમાન 27 ડિગ્રી હોય તોપણ તેઓ શાલ અને ટોપી ધારણ કરે છે. આજે સ્વામીશ્રી માટે નવી ટોપી આવી હતી. સેવક સંતે તે પહેરવા માટે સ્વામીશ્રીને આપી. સ્વામીશ્રીએ ના પાડી.
સેવક સંતે કહ્યું : ‘આપ પહેરો છો એવી જ છે.’
સ્વામીશ્રીએ જૂની ટોપી તરફ નિર્દેશ કરતાં કહ્યું : ‘આ છે ને !’
સેવક સંતે કહ્યું : ‘પણ આ નવી વાપરો, એ પણ એના જેવી જ પહોળી થઈ જશે.’
સ્વામીશ્રીને સૂતી વખતે ઢીલી, પહોળી ટોપી પહેરવી પસંદ છે, તેના સંદર્ભમાં સેવક સંત કહેતા હતા.
સ્વામીશ્રી કહે : ‘એક જ પહોળી રહેવા દો ને !’
સૌ હસી પડ્યા.
છેવટે સ્વામીશ્રીને મનાવવા માટે સેવક સંત કહે : ‘આપ નવી પહેરો તો આ ધોવા જાય.’
સ્વામીશ્રી ઠાવકાઈથી કહે : ‘કાલે ધોજો.’
સૌ ફરી હસી પડ્યા.
સ્વામીશ્રી કરકસર કરવામાં ક્યારેય કરકસર કરતા નથી.
Vachanamrut Gems
Amdãvãd-5:
What is the Most Extraordinary Characteristic of God?
Thereupon Chhadidãr Kubersinhji asked Shriji Mahãrãj, “Mahãrãj, what is the most extraordinary characteristic of Shri Purushottam Nãrãyan?”
Shriji Mahãrãj replied, “No one except Shri Purushottam Nãrãyan can control the nãdis and prãns of innumerable beings and grant them instant samãdhi. Nor can anyone else influence hundreds of thousands of people by having them abide by niyams. Nor does anyone else have the power to control Akshar and the muktas. These are the extraordinary characteristics of Purushottam Nãrãyan.”
[Amdãvãd-5]