પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 11-7-2017, શિકાગો
રાત્રિભોજન પૂર્ણ કરીને સ્વામીશ્રીએ સંતો સાથે ચેષ્ટાગાન કર્યું. આજે કિશોરસભામાં એક ફુગ્ગા ઉડાડવાની રમત હતી. સ્વામીશ્રીની વિશેષ સ્મૃતિ લેવા માટે સંતો તેવા ફુગ્ગા અહીં લઈ આવ્યા હતા. જેના પર વિવિધ સ્વભાવોનાં નામ લખ્યાં હતાં. સંતો આ ફુગ્ગા હવામાં ઉડાડવા લાગ્યા કે ‘આ રીતે અમે સ્વભાવોને ઉડાડવા માંગીએ છીએ.’
સ્વામીશ્રી બોલ્યા : ‘સ્વભાવો એમ ન જાય.’
સેવક સંતે પૂછ્યું : ‘તો કેમ જાય ?’
‘મથવું પડે.’ સ્વામીશ્રીએ ઉત્તર આપ્યો.
સ્વામીશ્રીએ લલો-ચપો રાખ્યા વગર સાચા સુહૃદ બની સાચી વાત કહી દીધી.
Vachanamrut Gems
Vartãl-2:
Necessities for Pleasing God
“… Therefore, God is only pleased upon one who realises God to possess a definite form and to be the creator, sustainer and destroyer of the cosmos.”
[Vartãl-2]