પ્રેરણા પરિમલ
સાક્ષાત પ્રાપ્તિ
એક વખત ઈશ્વરચરણ સ્વામીએ યોગીજી મહારાજને પાસે અખંડ નિર્દોષબુદ્ધિ રહે એવા આશીર્વાદ માગ્યા.
થોડીવાર પછી સ્વામીશ્રી મને એકાંતમાં લઈ ગયા અને મારું કાંડું પકડતાં મૃદુતાથી કહે, 'અમારી એવી કઈ ક્રિયા છે કે જેમાં તમને મનુષ્યભાવ આવે છે ?'
સ્વામીશ્રી ત્યારે દિવ્યભાવમાં આવી ગયા હતા. મને થયું હમણાં સ્વામીશ્રી વિરાટરૂપે દિવ્ય દર્શન આપશે.
સ્વામીશ્રી પરભાવમાં આવી કહેવા લાગ્યા, 'જો હું ધારું તો જમું જ નહિ, હંમેશા ઉપવાસ કરું. જો હું ધારું તો સૂવું નહિ. જો હું ધારું તો નીચે સૂઈ જાઉં. જો હું ધારું તો તમારી પાસે હાથપગ દબાવરાવું નહિ. એમ દિવ્યભાવમાં વર્તું. પણ તો પછી તમે વૃદ્ધિ કેમ પામો ? તમે બધા મારી સામે બેસી રહો. તમને સેવા મળે અને તેથી સંસ્કાર વધે અને વૃદ્ધિ પમાય. એ માટે અમે તમને સેવા આપીએ છીએ. તમારે ભડકો જોવો છે ? તો હું સ્વામીને પ્રાર્થના કરું તો તમને ભડકો દેખાડે. પણ તેમાં સમાસ ન થાય. માટે જ્ઞાનની સ્થિતિ કરવી. જે સંત મળ્યા છે તે સાક્ષાત્ પ્રાપ્તિ થઈ ચૂકી છે. એમ અખંડ માનવું.'
Vachanamrut Gems
Gadhadã I-3.2:
Attain the abode of God
Vishnu-yãgs; annually celebrate Janmãshtami, Ekãdashi and other observances; and gather brahmachãris, sãdhus and satsangis on these occasions. After all, even if a sinner remembers these occasions at the time of his death, he will also attain the abode of God.”
[Gadhadã I-3.2]