પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 11-7-2017, શિકાગો
સ્વામીશ્રીએ સાંજે વૉક આરંભ્યું, સાથે યોગીવાણી ગ્રંથનું શ્રવણ પણ.
એમાં વાત આવી કે ‘પૂછીને વ્યવહાર કરે તે નિર્વાસનિક.’
સ્વામીશ્રી હસીને કહે : ‘એવી રીતે પૂછે ને કે હા જ પાડવી પડે. ગોપીઓના ત્રણ ભેદ છે ને ! તેમાં પ્રૌઢા એકદમ બેસ્ટ. એમ હરિભક્તોના પણ ભેદ છે.’
આગળ વાંચનમાં આવ્યું કે ગઢડા મધ્ય પ્રકરણનું 53મું વચનામૃત વંચાવી યોગીબાપાએ વાત કરી કે ‘ભગવાન અને સંતની અલૌકિક સમજણ કઈ હોય ? તો જીવોના અવગુણ ન જોતાં તેમનો મોક્ષ કરવાની.’
સ્વામીશ્રી કહે : ‘એટલે ખાટી જવાય છે. નહીં તો કિક આઉટ (કાઢી મૂકે).’
એક વાતમાં આવ્યું કે ‘ભગવાનનો ભક્ત ચતુર્ધા મુક્તિ ન ઇચ્છે પણ સેવાને ઇચ્છે. તે સેવા શું ? ભગવાનને અખંડ ધારી રાખવા અને તેમના સંબંધવાળામાં નિર્દોષભાવ રાખવો.’
સ્વામીશ્રી કહે : ‘બંને અઘરું છે પણ એક હોય તો બીજું ઓટોમૅટિક થઈ જાય.’
જ્ઞાનપ્રિયદાસ સ્વામીએ પૂછ્યું : ‘આમાં સંબંધવાળાની વાત આવી તે સંબંધવાળા એટલે શું ? વર્તમાન ધરાવ્યાં હોય તે ?’
સ્વામીશ્રી કહે : ‘વર્ષમાં એક વાર સ્વામિનારાયણ નામ લેતો હોય તેય સંબંધવાળો.’
સંતોએ આશ્ચર્યથી પૂછ્યું : ‘પણ વિમુખ જીવ હોય અને તે સ્વામિનારાયણ નામ બોલે તો ?’
સ્વામીશ્રી કહે : ‘ચોકડી. પ્રેમથી, મહિમાથી બોલે તેની વાત છે.’
Vachanamrut Gems
Gadhadã II-59:
The Opportunity to Serve God's Sant
“Furthermore, only those who have accumulated a great number of merits from performing good deeds receive the opportunity to serve God’s Sant, but those who have a few merits do not. So, one should develop affection for God’s Sant just as one has affection for one’s wife, son, parents or brother. Due to this affection, then, the jiva becomes absolutely fulfilled.”
[Gadhadã II-59]