પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 11-7-2017, શિકાગો
આજે સ્વામીશ્રીને એક પગલૂછણિયું બતાવવામાં આવ્યું, જેની નીચે કિશોરોએ પોતાનાં નામ અને પોતાને નડતો દોષ લખ્યો હતો. અને સ્વામીશ્રીને વિનંતી કરી હતી કે ‘આપ આ પગલૂછણિયા પર પગ મૂકીને અમારા દોષોને કચડી નાંખજો.’
સ્વામીશ્રી આ સાંભળીને તરત જ ના-ના, ના-ના પાડતાં તે પગલૂછણિયાને પગે લાગ્યા. એમ કે જે પગલૂછણિયા પર ભક્તોનાં નામ લખ્યાં હોય તેને પગથી ચગદાય કેમ ?!
બહાર નીકળતાં સ્વામીશ્રી ફરી વાર તે પગલૂછણિયાને પગે લાગી તે સ્પર્શ માથે ચઢાવ્યો.
હરિભક્તોનાં નામનીયે કેટલી મર્યાદા અને કેટલો મહિમા !
Vachanamrut Gems
Jetalpur-3:
Harbouring Impure Desires
Shriji Mahãrãj first thought for a while, and then said, “Everyone please listen; I wish to speak to you. For devotees of God, there is nothing worse than harbouring impure desires. This is because devotees who have such impure desires, even if they stay near Me, cannot be happy. In fact, before engaging in the worship of God, they asked, ‘Mahãrãj, please keep us near You.’ However, because they did not eradicate their impure desires, they are miserable.”
[Jetalpur-3]