પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 11-7-2017, શિકાગો
આજે પૂજા પૂર્ણ કરીને સ્વામીશ્રી દવા અંગીકાર કરવા માટે કક્ષમાં પધાર્યા. અહીં હસીને કહે : ‘આજે જો (ઠાકોરજીના સેવક) નીલકંઠ સ્વામી ન આવ્યા હોત તો પૂજા એક કલાકની થઈ જાત !’
પછી તેનું રહસ્ય કહેતાં કહે : ‘યોગીબાપાના પ્રસંગમાં હું ખોવાઈ જ ગયો હતો.’
આજે પૂજા દરમ્યાન રજૂ થયેલા પ્રસંગોમાં ‘સ્વામીશ્રી બીમાર હતા અને યોગીબાપાએ તેઓના પગ દાબ્યા હતા,’ તે પ્રસંગ કહેવાયો હતો. અને ત્યારબાદ ‘હૈયાનાં હેત ન ભુલાય, યોગી તારા હૈયાનાં હેત ન ભુલાય...’ એ કીર્તન ગવાયું હતું તેના તરફ સ્વામીશ્રીનો નિર્દેશ હતો.
સ્વામીશ્રી કહે : ‘મને ભાન જ નહોતું કે હું પૂજામાં છું કે કેમ ?’
સ્વામીશ્રી ગુરુસ્મૃતિમાં કેવા લીન થઈ ગયા હશે !
Vachanamrut Gems
Vartãl-1:
Conviction of God's From is Nirvikalp Samadhi
“… In the same manner, regardless of whether a person has controlled his prãns or not, if he has a firm conviction of the manifest form of Shri Krishna Bhagwãn – without any form of doubts whatsoever – then he has attained nirvikalp samãdhi.”
[Vartãl-1]